• પર્સનલ સેક્રેટરીની ભૂમિકા સામે આવ્યા બાદ પ્રથમ વખત તેજસ્વી યાદવે મૌન તોડ્યુ

  • પ્રીતમ કુમારે પેપર લીક કરનારા આરોપીઓ માટે રૂમ બુક કરાવ્યા હતા
  • NEET પેપર લીકને લઈને સમગ્ર દેશમાં હોબાળો મચ્યો

NEET પેપર લીક કેસમાં બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને વિપક્ષના વર્તમાન નેતા તેજસ્વી યાદવે પર્સનલ સેક્રેટરીની ભૂમિકા સામે આવ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો આ તેમની ભૂલ છે તો સરકાર તેમની ધરપકડ કરી લે, મને કોઈ વાંધો નથી.

તેજસ્વી યાદવે NEET પરીક્ષા પેપર લીક કેસમાં તેમના પીએસની ભૂમિકા પર કહ્યું, 'PA, PS, CMએ બધાને બોલાવીને પૂછપરછ કરવી જોઈએ, EOUએ અમારા PA પર કંઈ કહ્યું નથી, ફક્ત વિજય સિંહા જ આ કહી રહ્યા છે,પરંતુ હું CMને કહું છું તેમણે મારા પીએને બોલાવીને પુછપરછ કરવી જોઈએ.

મારૂ નામ લેવાથી કોઈ ફાયદો નહીં થાય: તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવે કહ્યું, 'તેઓ કિંગપિનને બચાવવા માગે છે, તેથી તેઓ કેસને ડાયવર્ટ કરી રહ્યાં છે, સમ્રાટ ચૌધરી સાથે આરોપીની તસવીર સામે આવી છે, તેના પર તમે શું કહેશો, મારા આસિસ્ટન્ટને બોલાવો અને જો તેણે ભૂલ કરી હોય તો ધરપકડ કરો. અમને કોઈ સમસ્યા નથી પરંતુ મારું નામ ખેંચવાથી કોઈ ફાયદો થશે નહીં. તેજસ્વી યાદવે કહ્યું કે અમિત આનંદ પેપર લીકનો માસ્ટરમાઈન્ડ છે, તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

પ્રીતમ કુમારે પેપર લીક કરનારા આરોપીઓ માટે રૂમ બુક કરાવ્યા

તમને જણાવી દઈએ કે NEET પેપર લીકને લઈને સમગ્ર દેશમાં ધમાલ મચી છે અને એક દિવસ પહેલા બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ આરોપ લગાવ્યો હતો કે તેજસ્વી યાદવના અંગત સચિવ પ્રીતમ કુમારે પેપર લીક કરનારા આરોપીઓ માટે રૂમ બુક કરાવ્યા હતા .

વિજય સિંહાએ કહ્યું હતું કે, 'તેજસ્વી યાદવના પીએસ પ્રીતમ કુમારે ગેસ્ટ હાઉસના કર્મચારી પ્રદીપ મારફતે માસ્ટરમાઈન્ડ સિકંદર માટે રૂમ બુક કરાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, જે લોકો ગેસ્ટ હાઉસમાં પકડાયા છે તેઓ પ્રીતમ સાથે જોડાયેલા છે અને પ્રીતમ પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવનો પીએસ છે.

કોણ છે પ્રીતમ કુમાર?

52 વર્ષીય પ્રીતમ કુમાર બિહાર વહીવટી સેવાના અધિકારી છે. ઓગસ્ટ 2022માં તેમને નવી પોસ્ટિંગ મળી અને તેજસ્વી યાદવના ખાનગી સચિવ (સરકારી) બનાવવામાં આવ્યા. પ્રીતમના પિતાનું નામ સુભાષ ચંદ્ર નિરાલા છે. તે બિહારના મુંગેરનો રહેવાસી છે.

  • Follow us on: