અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો છે. અને સાથે જ દંડ મામલે પણ જાહેરાત કરી છે. નવું ટેરિફ 1 ઓગષ્ટ 2025ના રોજથી લાગૂ કરવામાં આવશે. ટ્રમ્પે આ પગલા પાછળ ભારત-રશિયાના વેપારી સંબંધોને જવાબદાર ઠેરવ્યા છે. રશિયા પાસેથી તેલની ખરીદી કરનાર ભારત સૌથી મોટું બજાર છે. ટ્રમ્પ આ મિત્રતાથી ચિડાયા છે. અને 25 ટકા ટેરિફ લાદ્યો છે.


રાજનીતિમાં પ્રતિક્રિયાઓનો દૌર શરુ

ડૉનાલ્ડ ટ્રમ્પે 25 ટકા ટેરિફ લાદીને ભારક પર બોજો વધાર્યો છે. આ જાહેરાત બાદ પક્ષ-વિપક્ષે પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપે જણાવ્યુ છે કે, ભારત સરકાર આ મામલે નિશ્ચિતરૂપથી પગલા લેશે. ભારત અમેરિકા સાથે વાતચીત કરશે. અમેરિકાના નિર્ણય બાદ વસ્તુઓ મોંઘી થશે. ભાજપે અમેરિકાના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુ છે. તો કૉંગ્રેસે જણાવ્યુ હતુ કે, 'હાઉડી મોદી, નમસ્તે ટ્ર્મ્પ'નો કોઇ ફાયદો થયો નથી. કૉંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યુ હતુ કે, અમેરિકાના અપમાનજનક શબ્દો સામે પીએમ મોદી ચુપ રહેશે તો તેમને વિશેષ દરજ્જો મળશે. આ પ્રકારના વિચાર પીએમ મોદીએ કર્યા હશે. પરંતુ સત્ય કઇંક અલગ જ સામે આવ્યુ છે.

બજારની સ્થિતિ બગડશેઃ શિવસેના

તો આ તરફ, શિવસેનાએ જણાવ્યુ હતુ કે, 25 ટકા ટેરિફ લગાવવું એ ગંભીર બાબત છે. જેના કારણે અર્થતંત્ર પર મોટી અસર થશે. જે વસ્તુઓ સસ્તી હતી. તે હવે મોંઘી સાબિત થઇ રહી છે. જે ગ્રાહકોને મુંઝવણમાં મુકશે અને ખરીદ-વેચાણ પર મોટી અસર કરશે. ડૉનાલ્ડ ટ્રમ્પનો સંવાદ અલગ છે તે પોતાના દેશની હુકુમત દુનિયા પર ચલાવવા માગે છે. ટેરિફની જાહેરાતથી જ દુનિયાના બજારોમાં સ્થિતિ તંગ બની હતી. અને અર્થતંત્ર ખોરવાયુ હતુ. 

  • Follow us on: