તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ વચ્ચે સમજૂતી કરાવવાના પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે. માતા રાબડી દેવી અને પિતા લાલૂ પ્રસાદ યાદવની સાથે બહેન મીસા અને રોહિણી પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા બિહારની રાજનીતિમાં હડકંપ જોવા મળી રહ્યો છે. લાલૂ યાદવના પરિવારમાં બન્ને ભાઇઓ વચ્ચેનો વિગ્રહ જગ જાહેર થયો છે.


સમજૂતી માટે પ્રયાસ તેજ

અનુષ્કા યાદવ સાથેના પ્રેમ સંબંધો જાહેર કર્યા બાદ તેજ પ્રતાપ યાદવ માટે પરિવારના રસ્તાઓ કઠીન બન્યા છે. લાલૂ યાદવે તેજ પ્રતાપને પક્ષ, સંપત્તિ અને પરિવારમાંથી બેદખલ કર્યા છે. જે બાદ તેજ પ્રતાપ વધુ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. તેઓએ પરિવારના સભ્યોને સોશિયલ મીડિયા પરથી અનફોલો કર્યા છે. અને આરજેડીનું હેન્ડલર પણ ડિલિટ કર્યુ છે. તેજ પ્રતાપની રણનીતિઓ અને તેના આક્રમક વ્યવહારો આરજેડી માટે ખતરો બની શકે છે. આ સંજોગોમાં લાલૂ યાદવનો પરિવાર હવે તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ વચ્ચે સમજૂતી કરાવવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. માતા રાબડી દેવી અને પિતા લાલૂ પ્રસાદ યાદવની સાથે બહેન મીસા અને રોહિણી પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.

વિરોધનો અન્ય પક્ષ ઉઠાવી શકે ફાયદો

બન્ને ભાઇઓ વચ્ચે માતા-પિતા અને બહેનો તો સમજૂતી માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે તેમના જીજાજી પણ મધ્યસ્થી કરી શકે છે. આ સિવાય રામચંદ્ર પૂર્વે અને અબ્દુલ બારી સિદ્દિકી જેવા નેતા પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. તેજ પ્રતાપની આક્રમક રણનીતિ તેજસ્વીની મહત્વકાંક્ષાઓ એકતાને પડકાર આપી રહી છે. જો બન્ને ભાઇઓ વચ્ચે સમજૂતી નહી સધાઇ તો યાદવ અને મુસ્લિમ વોટબેંક વિખેરાઇ શકે છે. અને આનો ફાયદો ડીએનએ ઉઠાવી શકે છે. તો આ ઉપરાંત પ્રશાંત કિશોર પણ આ સંધિનો ફાયદો ઉઠાવી શકે છે. 

  • Follow us on: