અમદાવાદ વિમાન અકસ્માતમાં એર ઇન્ડિયાને લઇને એક ચોંકાવનારી વાત સામે આવી છે. 12 વર્ષ જુના આ પ્લેનમાં રાઇડ સાઇટ વાળા એન્જિનને થોડા સમય પહેલા જ રીપેર કરવામાં આવ્યુ હતુ. 3 મહિના પહેલા માર્ચ 2005માં બદલવામાં આવ્યુ છે. અમદાવાદથી લંડન જતા આ પ્લેનનો વિમાન ટેકઓફ થતાની કેટલીક ક્ષણોમાંજ દુર્ઘટનાનો શિકાર બની છે. 12 ક્રૂ મેમ્બર સહિત 242 યાત્રી સવાર હતા અકસ્માતમાં એક માત્ર મુસાફરને છોડીને તમામ 241 લોકોના કરૂણ મોત નીપજ્યા છે.
ડિસેમ્બરમાં થવાની હતી તપાસ
એર ઇન્ડિયાના આ પ્લેનની જૂન 2023માં ડિટેલ મેન્ટેનન્સની તપાસ થઇ ગઇ હતી. આ વર્ષે ડિસેમ્બરમાં તપાસ કરવાનું નક્કી થયુ હતુ. એપ્રીલમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર માટે એક વિમા કવર 750 કરોડથી વધારીને 850 કરોડ કરી દેવામાં આવ્યુ હતુ. અમદાવાદમાં થયેલી દુર્ઘટના દેશમાં થયેલી સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે.
આ દુર્ઘટનાથી ઉડ્ડયન વીમા ક્ષેત્રમાં ખળભળાટ મચી જવાની ધારણા છે અને કુલ વીમાનો દાવો દેશમાં સૌથી મોંઘો હોવાનો અંદાજ છે, જે લગભગ 3,000 કરોડ રૂપિયા છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી, વિમાન નંબર AI 171 મેઘાણી નગરમાં એક મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું, જેમાં 241 મુસાફરો સહિત લગભગ 270 લોકો માર્યા ગયા. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર આ અકસ્માતમાં એકમાત્ર બચી ગયા.
સરકારે તપાસ સમિતિની રચના કરી
એર ઇન્ડિયાનું વિમાન જમીન પર પડતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો અને ભયંકર આગ લાગી. અકસ્માત પછી, વિમાનના કાટમાળમાંથી કાઢવામાં આવેલા મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા, જેના કારણે ડીએનએ મેચિંગ પછી તેમની ઓળખ કરવામાં આવી રહી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
એર ઇન્ડિયાએ ચેતવણી આપી હતી કે તપાસને કારણે, ફ્લાઇટ કામગીરીમાં લાગતો સમય વધી શકે છે અને વિલંબ થઈ શકે છે. ખાસ કરીને રાત્રિ કર્ફ્યુવાળા એરપોર્ટ પર લાંબા અંતરના રૂટ પર આ શક્યતા વધુ છે. એર ઇન્ડિયાએ અકસ્માતમાં મૃતકોના પરિવારો અને બચી ગયેલા લોકો માટે 25 લાખ રૂપિયાના વચગાળાના વળતરની જાહેરાત કરી છે. આ વળતર ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલા 1 કરોડ રૂપિયાના વળતરથી અલગ છે.