ક્યારેક આપણે કોઇ દુર્ઘટના બને ત્યારે વડીલો પાસેથી સાંભળતા હોઇએ છીએ કે વીધીના લેખ લખેલા હશે આથી આવુ થયુ. જ્યારે જ્યારે કોઇ દુર્ઘટના કુદરતી આફત કે મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે સમય આ સર્વ તકલીફ કે દર્દનુ ઓષડીયુ કહેવાય છે માનવ મનને લઇને એવુ કહેવાય છે કે ગમે તેવી મુશ્કેલી વિકટ સ્થિતિમાંથી બહાર નીકળવાની માનવ મન પાસે તાકાત અને ક્ષમતા રહેલી છે જો કે છેલ્લા 6 મહિનામાં એક પછી એક જે દુર્ઘટનાઓ આવી તેનાથી સૌ કોઇ વિચારતા થઇ ગયા છે. દેશભરમાં સૌ કોઇ આ 6 મહિનાની ઘટનાઓને યાદ કરી ડરી રહ્યુ છે.


અમદાવાદ પ્લેન ક્રેશ

12 જૂને ગુજરાતના અમદાવાદના એરપોર્ટથી લંડન જઇ રહેલી એર ઇન્ડિયાના વિમાને મોતની ઉડાન ભરી જોતજોતામાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર સાથે 265 લોકોના મોત થયા છે. અત્યાર સુધીનો આ સૌથી મોટો વિમાન અકસ્માત છે.

પહલહામ હુમલો

22 એપ્રીલે જમ્મુના પહલગામમાં એક આતંકવાદી હુમલો થયો જેણે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો, જેમાં 26 લોકોના મોત થયા હતા. આતંકીઓ ગોળી ચલાવતા પહેલા ધર્મ પુછ્યો અને જાણી જોઇને હિન્દુ પર્યટકોને નિશાન બનાવ્યા, કેટલાક લોકોને કલમા પઢવા કહ્યુ આમ ધર્મના નામે અંધાધુંધ મોત આપ્યા. સરકાર આક્રમક રહી અને ઓપરેશન સિંદૂર ચલાવ્યુ

મહાકુંભ નાસભાગ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ફેબ્રુઆરી મહિનામાં મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ આ દરમિનાય મૌની અમાસના શાહી સ્નાનમાં કરોડો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા અને ભીડ વધી ગઇ. તંત્રને પરસેવો છુટી ગયો ત્યારે સ્થિતિ કાબૂમાં આવી એ પહેલા બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા શ્રદ્ધાની ડૂબકી લગાવવા શ્રદ્ધાળુઓમાં જાણે કે હોડ લાગી અને નાસભાગમાં 30 લોકોનાં કરૂણ મોત થયા.

દિલ્હી નાસભાગ

નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર ભીડ ઉમટી અને અનેકજીવનદીપ બુઝાઇ ગયા. પોતાન ગંતવ્ય સ્થાને જવા માટે હજારોની સંખ્યામાં એક સ્ટેશન પર ભીડ ઉમટી હતી જાના કારણે નાસભાગ થતા ભીડ બેકાબુ થઇ અને લોકો એકબીજાને કચડીને ખુંદીને આગળ પાછળ નાસવા લાગ્યા આમ નાસભાગમાં 18 લોકોના કરૂણ મોત થયા જેમાં 11 મહિલા અને 3 બાળકો હતા.

બેગલુરૂ નાસભાગ

RCB એ IPL ટ્રોફી જીતતા 18 વર્ષ પછી ઇતિહાસ રચ્યો આ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રશંસકો ઉમટી પડ્યા અને નાસભાગ થતા 11 લોકોએ જીવન ગુમાવ્યા હતા, 50થી વધુ ઘાયલ થયા.

મુંબઇ લોકલ ટ્રેનમાં નાસભાગ

9 જૂને મુંબઇની લોકલ ટ્રેન અકસ્માતનો શિકાર બની ભીડભાડના કારણે ટ્રેનમાંથી મુસાફરો પડ્યા અને 5નાં મોત થયા. 

  • Follow us on: