એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થઇ હતી. જેમાં 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા જ્યારે એક માત્ર વ્યક્તિ વિશ્વાસકુમાર રમેશનો જીવ બચ્યો. કોઇ કહે છે કે તેઓ પ્લેનમાંથી કૂદી ગયા તો કોઇ કહે છે કે તેની ચેર જ બહાર ફેંકાઇ ગઇ હતી. ત્યારે ગવે આ મામલે વિશ્વાસ કુમારનો જીવ કેવી રીતે બચ્યો તેની વધુ એક થિયરી સામે આવી છે.


કેવી રીતે વિશ્વાસનો બચ્યો જીવ ? 

મહત્વનું છે કે 12 જૂને એરઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રિમલાઇનર વિમાન હતું જે લંડન જઇ રહ્યું હતું. મેઘાણીનગરમાં આ પ્લેન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગમાં ટકરાયુ. બપોરે 1.39નો સમય હતો ત્યારે બધા મેસમાં જમી રહ્યાહતા. તે દરમિયાન આ ઘટના બની. પ્લેન આખુ ભડકો થઇ ગયુ તેમ કહેવુ ખોટુ નહી કારણ કે મૃતદેહને શોધવા ડીએનએ સેમ્પલ લેવા પડ્યા હતા. ત્યારે વિશ્વાસકુમાર બચ્યા કેવી રીતે તે વિશે વાત કરીએ તો,

આ કારણ હોઇ શકે જવાબદાર 

સૂત્રો જણાવે છે કે એક સાંકડો ગેપ અને નરમ માટીને કારણે વિશ્વાસકુમારનો જીવ બચ્યો. વિમાનની દુર્ઘટના વખતે તેમનું શરીર બે ઇમારની વચ્ચેની જગ્યામાં જઇને પડ્યુ જ્યાં પહેલાથી જ નરમ રેતીનો ઢગલો હતો. જેની પર વિશ્વાસ કુમાર પડ્યા. માટી હોવાને કારણે તેઓને ગંભીર ઇજા ન પહોંચી.

પ્રારંભિક તપાસમાં એમ પણ સામે આવ્યું છે કે જો પ્લેનની અંતર બ્લાસ્ટ થયો હોત તો, સીટ નંબર 11એ પર બેઠેલો વ્યક્તિ બચી શકે તે મુશ્કેલ હતું. આથી વિશેષજ્ઞ માને છે કે જીવીત રહેવાનું મેઇન કારણ એ જ છે કે તે રેતીના ઢગલા વાળુ સ્થાન

મહત્વનું છે કે એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનાથી વિશ્વ આખુ ધ્રુજી ઉઠ્યુ છે. આટલી મોટી દુર્ઘટના વચ્ચે રમેશ કુમારનો ચમત્કારિક બચાવ થયો. તેઓ કાટમાળથી જીવતા બહાર આવતા દેખાયા. બીજે મેડિકલ કોલેજ પરિસરની બહાર આવતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો હતો. 

  • Follow us on: