પીએમ મોદીએ અમદાવાદમાં બનેલી દૂર્ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું કે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને સ્તબ્ધ અને દુઃખી કર્યા છે. તે શબ્દોમાં કહી શકાય નહીં તેટલી હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના તેનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.  


અમદાવાદમાં પ્લેનક્રેશને લઇને આખો દેશ શોકમાં છે. રાષ્ટ્રપતિ, પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત રાજકીય દિગ્ગજો આ ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. 

આ વિમાન દુર્ઘટના કેવી રીતે બની?

મળતી માહિતી મુજબ અમદાવાદથી લંડન માટે ઉડાન ભર્યાના 1 મિનિટમાં જ વિમાન ક્રેશ થઈ ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન આકાશમાં લગભગ 625 ફૂટની ઊંચાઈએ પહોંચતાની સાથે જ ક્રેશ થઈ ગયું. એર ઈન્ડિયા B787 ડ્રીમલાઈનર વિમાનમાં 242 લોકો સવાર હતા જેમાં 2 પાયલોટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. કેપ્ટન સુમિત સભરવાલ ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર સાથે વિમાનનું કમાન્ડિંગ કરી રહ્યા હતા.

એર ઇન્ડિયાએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

અકસ્માત બાદ એર ઇન્ડિયા દ્વારા એક હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે. એર ઇન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર મુસાફરો માટે 1800 5691 444 હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે અને એર ઇન્ડિયા તપાસ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.


  • Follow us on: