મહારાષ્ટ્રમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચાલી રહેલુ આંતરિક યુદ્ધ સપાટી પર આવ્યુ છે. ઉદ્વવ ઠાકરે જૂથના સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાયાની ચર્ચાઓ તેજ બની છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુરમાં હતા. ત્યારે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. 


શિવસેના હવે એક જ છે- અમિત શાહ 

તેમણે કહ્યું કે કોંગ્રેસના લોકો અને કોંગ્રેસના ખોળામાં બેઠેલા ઉદ્ધવ ઠાકરે ઘૂસણખોરોને વોટબેક બનાવીને ટકી રહેવા માગે છે. તેવા લોકો કાન ખોલીને સાંભળી લે. આ દેશમાં એજ લોકો રહેશે કે જેઓ અહીં જન્મ્યા છે. આ કોઇ ધર્મશાળા નથી. વધુમાં કહ્યું કે પહેલા કહેવુ પડતુ હતું શિવસેના શિંદે જૂથ. પરંતુ હવે તો કોઇ જૂથ વધ્યુ નથી. એક જ શિવસેના થઇ ગઇ છે. તેમ કહ્યું. 


પીએમ મોદીએ સેવા આપવાનો રેકોર્ડ બનાવ્યો- અમિત શાહ 

પીએમ મોદીના 12 વર્ષના રાજકીય પ્રવાસ અંગે બોલતા જણાવ્યું કે  પીએમ મોદીએ દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સેવા આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે પણ સ્વતંત્ર ભારતનો ઇતિહાસ લખાશે, ત્યારે આ 12 વર્ષ ભારતની વિકાસલક્ષી સિદ્ધિઓ, ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન, સુરક્ષિત ભારતનું નિર્માણ અને દેશનું વૈશ્વિક સ્તરે વધતું કદ સાથે લખાશે.

દેશભરમાંથી ઘૂસણખોરોને બહાર કાઢીશું- અમિત શાહ 

ગૃહમંત્રીએ ઉમેર્યું, "આ 12 વર્ષોમાં, પીએમ મોદીના નેતૃત્વ હેઠળ, સોમનાથથી ગંગાસાગર સુધી, સમગ્ર દેશમાં ભાજપ અને એનડીએ શાસનનો વિસ્તાર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. છેલ્લી ચૂંટણીમાં બંગાળના લોકોએ પણ ભાજપને આશીર્વાદ આપ્યા હતા. હું તમને ખાતરી આપું છું કે બંગાળની સરહદો પારથી થતી ઘુસણખોરીને માત્ર અટકાવવામાં આવશે જ નહીં, પરંતુ અમે દેશભરમાંથી દરેક ઘુસણખોરને ઓળખીને બહાર કાઢીશું. 

  • Follow us on: