બિહાર વિધાનસભાની ચૂંટણી પરિણામ અત્યારે રસપ્રદ વલણો જોવા મળી રહ્યા છે. શરૂઆતી વલણોમાં એનડીએ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે જ્યારે મહાગઠબંધન પાછળ ચાલી રહ્યું છે. ત્યારે વાત કરીએ આરજેડીના સુપ્રિમો લાલુ યાદવના પુત્રની. તેજસ્વી યાદવ રાઘોપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર છે. ત્યાં શુ છે અત્યારે વલણો તે જોઇએ.


પોતાની બેઠક પર તેજસ્વી યાદવ પાછળ

આ વખતની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. કારણ કે તેજસ્વી યાદવ કે જે લાલુ યાદવ પરિવારની પરંપરાગત બેઠક રાઘોપુરથી લડી રહ્યા છે. હાલમાં ત્યાં તેઓ પાછળ ચાલી રહ્યા છે. 3 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઇ છે. તેમાં તેજસ્વી યાદવ પાછળ જોવા મળ્યા છે.

લાલુ યાદવ પરિવારની પરંપરાગત બેઠક

આરજેડીના તેજસ્વી યાદવ અને ભાજપના સતીશ કુમાર યાદવ વચ્ચે સીધો મુકાબલો છે. સતીશ યાદવે 2010 માં રાબડી દેવીને હરાવીને સનસનાટી મચાવી હતી. જો કે તે બાદ સતત બે ચૂંટણીઓમાં સતીશ યાદવ તેજસ્વી સામે હારી ગયા હતા. પરંતુ આ વખતે આ બેઠક પર મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. આ વખતે તેમને એનડીએ વતી ભાજપ દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 2025 ની ચૂંટણીમાં રાઘોપુરની ચૂંટણી ખૂબ જ પ્રતિષ્ઠિત બની ગઈ છે. લાલુ યાદવ પરિવારની પરંપરાગત બેઠક છે.


તેજસ્વી યાદવ 3000 મતોથી પાછળ

ત્રીજા રાઉન્ડ સુધીમાં ભાજપના સતીશ યાદવને 12230 મત મળ્યા છે. જ્યારે તેજસ્વી યાદવને ત્રીજા રાઉન્ડમાં 10957 મત મળ્યા છે. તેજસ્વી યાદવ 11.38 કલાકની સ્થિતિએ 3000 મતોથી પાછળ છે.


  • Follow us on: