સીપીઆઈ (એમએલ) સાંસદ સુદામા પ્રસાદની પત્ની પણ બે EPIC એટલે કે મતદાર ઓળખ કાર્ડ સાથે મળી આવ્યા હતા. નોંધનીય છે કે સીપીઆઈ (એમએલ) એ ખુદ એસઆઈઆર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.


તેજસ્વી યાદવને બે મતદાર કાર્ડ રાખવાના મામલે આપી હતી નોટિસ

બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કરવામાં આવી રહ્યું છે. જેની પ્રથમ યાદી પણ બહાર પાડવામાં આવી હતી. રાજ્યમાં SIRને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. ચૂંટણી પંચે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવને બે મતદાર કાર્ડ રાખવાના મામલે જવાબ માંગતી નોટિસ જાહેર કરી હતી.

CPI (ML) સાંસદની પત્ની પાસે બે EPIC કાર્ડ મળી આવ્યા

હવે તેજસ્વી પછી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) એટલે કે CPI (ML) સાંસદ સુદામા પ્રસાદની પત્ની પાસે બે EPIC (મતદાર ઓળખ કાર્ડ) કાર્ડ મળી આવ્યા હતા. નોંધનીય છે કે સુધામા પ્રસાદની પાર્ટી CPI (ML) એ લિબરેશન SIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

CPI(ML)ના સાંસદ સુદામા પ્રસાદ કોણ છે?

સુદામા પ્રસાદ સીપીઆઈ (એમએલ) પાર્ટી સાથે સંકળાયેલા છે અને તે હાલમાં બિહારના અરાહ લોકસભા મતવિસ્તારના સાંસદ છે. તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં આર. કે. સિંહને આરા સીટ પરથી 59,808 વોટથી હરાવ્યા હતા.

વિશેષ સઘન પુનરાવર્તન શું છે?

લોકશાહીના મૂળને મજબૂત કરવા માટે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને ન્યાયી હોય તે જરૂરી હોય છે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને બિહાર ચૂંટણી પંચે રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ મજબૂત કરવા માટે વિશેષ સઘન સંશોધન અભિયાન શરૂ કર્યું હતું. ચૂંટણી પહેલા મતદાર યાદીની સમીક્ષા અને સુધારણા માટે આ અભિયાનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

2 મતદાર કાર્ડ હોવાના કેસમાં તેજસ્વી યાદવને ચૂંટણી પંચે નોટિસ આપીને માંગ્યો જવાબ

ખાસ સઘન સુધારણાનો મુખ્ય હેતુ મતદાર યાદીને સંપૂર્ણ રીતે અદ્યતન બનાવવાનો છે. જેમાં જૂના મતદારોની માહિતીની ચકાસણી, નવા મતદારોની નોંધણી અને મતદાર યાદીમાંથી અમાન્ય અથવા ડુપ્લિકેટ નામો દૂર કરવાનો સમાવેશ થાય છે. આ સાથે આ ઝુંબેશ એવા લોકોને મતદાર યાદીમાં સામેલ કરવાની તક આપે છે કે જેઓ કોઈ કારણસર અત્યાર સુધી નામ નોંધાવી શક્યા નહોતા.


  • Follow us on: