એર ઈન્ડિયાએ 22 જૂને તેના ફ્લાઈટ શેડ્યુલને લઈને મોટો ફેરફાર કર્યો છે. ટાટા ગ્રુપની એર લાઈન્સ એર ઈન્ડિયાએ 21 રૂટ પરની ફ્લાઈટમાં 5 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં 3 રૂટ પર ફ્લાઈટ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે, જ્યારે 19 રૂટ પર ફ્લાઈટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફાર આગામી 15 જુલાઈ 2025 સુધી લાગુ રહેશે. કંપનીનું કહેવું છે કે આ પગલું તેમના નેટવર્કને વધારે સ્થિર બનાવવા અને મુસાફરોને અસુવિધાથી બચાવવા માટે લેવામાં આવ્યું છે.













