સરકારે સામાન્ય લોકોને મોટી રાહત આપે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ 37 જરૂરી દવાઓની કિંમતમાં 10થી 15 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. તેમાં પેરાસિટામોલ, એટોરવાસ્ટેટિન અને એમોક્સિલિન જેવી દવાઓ સામેલ છે. જે હાર્ટ, ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સાથે જોડાયેલી બીમારીઓમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે.


35 દવાઓ અથવા દવાના ફોર્મ્યુલા પર આ નવી કિંમતો લાગુ થશે

આ નિર્ણય શનિવારે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે ડ્રગ્સ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર (DPCO) 2013 હેઠળ કર્યો છે. નવી કિંમતમાં 35 અલગ અલગ ફોર્મૂલેશન્સ પર લાગુ થશે, જેને દેશની મોટી દવા કંપનીઓ તૈયાર કરે છે અને બજારમાં વેચે છે. સરકારે જે દવાઓના ભાવ ઓછા કર્યા છે, તે મોટાભાગે તે બિમારીઓમાં આપવામાં આવે છે, જે રોજિંદા જીવન સાથે જોડાયેલી છે. જેમ કે ઈન્ફેક્શન, હાર્ટની બિમારી, સોજો, ડાયાબિટીસ અને વિટામિનની કમી. કૂલ 35 દવાઓ અથવા દવાના ફોર્મ્યુલા પર આ નવી કિંમતો લાગુ થશે. તેમાં Paracetamol, Atorvastatin, Amoxycillin, Metformin જેવી સામાન્ય અને અસરકારક દવાઓ સામેલ છે. ઘણી નવી કોમ્બિનેશનવાળી દવાઓ પણ આ લિસ્ટમાં છે.

રિટેલર્સને હવે નવા નિયમ માનવા પડશે

NPPAએ કહ્યું છે કે જે દવાઓની નવી કિંમત નક્કી થઈ છે, જે GST વગર છે, જો કોઈ દવા પર ટેક્સ લાગશે તો તે રકમને અલગથી જોડવામાં આવશે. તમામ દવા કંપનીઓને પોતાની નવી કિંમતો IPDMS પોર્ટલ પર Form-V દ્વારા અપલોડ કરવી પડશે અને તેની કોપી NPPA અને રાજ્યના દવા વિભાગને પણ મોકલવી પડશે. દુકાનદારો અને ડિસ્ટ્રીબ્યુટર્સને પણ હવે પોતાની દુકાન પર નવી કિંમતોનું લિસ્ટ લગાવવું પડશે, જેથી દર્દીઓ અને ગ્રાહકોને કોઈ મૂંઝવણ ના થાય. આ નિયમ DPCO 2013ની કલમ 24 હેઠળ જરૂરી છે. જો કે કંપની કે દુકાનદાર વધારે પૈસા વસૂલ કરશે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે.


  • Follow us on: