1 ઓગસ્ટ 2025થી 25 ટકા ટેરિફનો અમલ શરુ કરવામાં આવશે. અમેરિકાએ મિત્રતાના નામે ભારત સાથે દગાબાજી કરી છે. જેના કારણે ભારતીય બજારોમાં મોટી અસર જોવા મળશે. અમેરિકાની 25 ટકા ટેરિફની જાહેરાત બાદ નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. બન્ને દેશના વેપાર સંબંધો પર જાણે એક પ્રશ્ન ચિહ્ન લાગ્યુ હોય તેવો માહોલ સર્જાયો છે.


રાજકીય અને સામાજિક સંવેદના

ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી વેપાર કરાર પર વાતચીત ચાલી રહી છે. અત્યાર સુધીમાં 5 તબક્કામાં વાતચીત થઈ ગઇ છે. પરંતુ ઘણા મુદ્દાઓ પર સર્વસંમતિ સાધવામાં આવી નથી. ભારત હાલમાં ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્રને લગતી ઘણી છૂટ આપવાનું ટાળી રહ્યું છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત GM સોયાબીન અને મકાઈ જેવી વસ્તુઓ ખુલ્લા બજારમાં મુકે. પરંતુ આ મુદ્દાઓ ભારત માટે ખૂબ જ રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ છે.

ટેરિફને કારણે કેટલું નુકસાન થશે ?

ભારત જે સામાન અમેરિકામાં ખૂબ નિકાસ કરે છે. જેમ કે દવાઓ, ઓટો પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને જ્વેલરી, તેના પર ટેરિફની સીધી અસર પડશે. અમેરિકામાં ભારતના ભાવ મોંઘા થશે. ફિલિપાઇન્સ, વિયેતનામ અને ઇન્ડોનેશિયા જેવા દેશો ભારતીય નિકાસકારો સાથે સ્પર્ધા કરી શકે છે. ઓર્ડર અનિશ્ચિતતાને કારણે અમેરિકામાં નવા ઓર્ડર અટક્યા છે. યુરોપમાં ચીની સામાનના પૂરને કારણે ભારતીય કંપનીઓના માર્જિન પહેલાથી જ ઘટી રહ્યા છે. બ્રિક્સ ટેક્સ નીતિ પણ ચિંતાનું કારણ છે. ભારતે ક્વોટા-આધારિત સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો છે. આ બધા સામે અમુક અમેરિકાના ઉત્પાદનોને સીમિત માત્રામાં આયાત કરવાની પરવાનગી આપવામાં આવશે. જે તાજેતરમાં બ્રિટન સાથે થયેલા કરાર જેવી જ વ્યૂહરચના છે. 

  • Follow us on: