અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. જેના પર એક રિપોર્ટ સામે આવી છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે જો બાહ્ય ડિમાંડ ઓછી થશે તો મોંઘવારી પર કાબૂ મેળવવામાં આવશે. દેશના મોટા ભાગના સેક્ટરમાં મોંઘવારી ઓછી થશે.
ભારતમાં મોંઘવારી ઓછી થવાની તક
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ તરફથી ભારત પર ટેરિફને લઇને એક ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ ટેરિફ 7 ઓગષ્ટના રોજ લાગૂ કરવામાં આવશે. જેને લઇને ગંભીર પરિણામ આવવાની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. પરંતુ એક અન્ય રિપોર્ટ અનુસાર ટ્રમ્પની યોજના માત્ર કાગળ પર જ રહી જવાની શક્યતા દેખાઇ રહી છે. આ રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યો છે કે, 25 ટકા ટેરિફ બાદ બાહ્ય ડિમાંડમાં જે કમી આવશે તેને કારણે ભારતમાં મોંઘવારી ઓછી થવાની તકો જોવા મળશે. ભારતમાં હાલ 2.10 ટકા મોંઘવારી છે. પરંતુ રિપોર્ટ પ્રમાણે જો પરિસ્થિતિ ઉભી થશે તો મોંઘવારીનો દર 1.2 ટકા જ રહી જશે.
આ સેક્ટરમાં પ્રોડક્ટ થશે મોંઘા
રિસર્ચ રિપોર્ટમાં ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ તથા રિસાઇકલ પ્રોડક્ટની સાથે ચામડાની વસ્તુઓની પ્રોડક્ટમાં મોંઘવારીમાં ઘટાડો જોવા મળશે. ક્સટાઇલ અને ટેક્સટાઇલ પ્રોડક્શનમાં 3.6 ટકા મોંઘવારી ઓછી થતી જોવા મળશે. તો બીજી તરફ, ચામડાની વસ્તુઓની પ્રોડક્ટમાં 3..1 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. તો આ તરફ, મેન્યુફેક્ચરીંગ અને રિસાઇકલ પ્રોડક્ટની કિંમતમાં 2.8 ટકાનો અસર જોવા મળી શકે છે. વિદેશી ડિમાંડ જો ઓછી થશે તો ભારતમાં સપ્લાઇ વધશે અને મોંઘવારીમાં ઘટાડો થઇ શકે છે. નાણાંકિય વર્ષ 2025માં અમેરિકામાં ભારત સૌથી વધુ સામાન એક્સપોર્ટ કરે છે. ભારતે 86.5 અરબ ડૉલરનો સામાન એક્સપોર્ટ કર્યો છે. અને 11.6 ટકાની ગ્રોથ જોવા મળી રહી છે. યૂકેમાં 12.6 ટકા વેપાર જોવા મળ્યો હતો.













