વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યુ હતુ કે, અમેરિકા સહિત ઘણા મુદ્દાઓ પર સરકાર અધ્યયન કરી રહી છે. ઇરાન સાથે વેપાર સંબંધ રાખનારી ભારતીય કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આ મામલે વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતુ કે, અમે પ્રતિબંધો પર ધ્યાન આપ્યુ છે. અને તે મામલે સંવાદ પણ શરુ છે. ટેરિફ મામલે વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત છે. અને બન્ને દેશ વચ્ચે વધુ મજબૂતી જોવા મળી રહી છે.


બન્ને દેશ એકબીજા માટે પ્રતિબદ્ધ

MEAના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, હાલની પરિસ્થિતિ પર નજર કરીએ તો ભારત-અમેરિકાએ ઘણા પડકારોનો સામનો કર્યો છે. બન્ને દેશ એકબીજા માટે પ્રતિબદ્ધ છે. અને વિશ્વાસ છે કે, સંબંધો આગળ પણ યથાવત રહેશે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભારત-અમેરિકાના સંબંધો લોકતાંત્રિક મૂલ્યો પર આધાર છે. આ ભાગીદારી ઘણા પડકારોને પાર કરીને આગળ વધી છે. તેઓએ જણાવ્યુ હતુ કે તેઓ આ મામલે વધુ ટીપ્પણી કરશે નહી. તેલ ખરીદી મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યુ હતુ કે, યોગ્ય વિકલ્પમાંથી જ તેલ ખરીદવામાં આવશે.

નિમિષા પ્રિયાનો મામલો સંવેદનશીલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલને જ્યારે નિમિષા પ્રિયાની ફાંસી મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ જણાવ્યુ હતુ કે, આ એક સંવેદનશીલ મામલો છે. ભારત સરકાર આ મામલે તમામ મદદ પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યુ છે. ભારત સરકારના કારણે હાલમાં ફાંસી પર રોક લગાવવામાં આવી છે. અમેમ સંપૂર્ણ મામલે નિરિક્ષણ કરી રહ્યા છે. તેથી કોઇ પણ માહિતી તમામ મામલાને ખરાબ કરહી શકે છે. આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી તેની કાળજી લેવામાં આવી રહી છે. 

  • Follow us on: