અમેરિકા ક્યારે દગાબાજી કરશે તે કોઇ કહી શકતુ નથી. ભારત બાદ તેણે હવે કેનેડા સામે ટેરિફ વોર કર્યુ છે. કેનેડામાં 25 ટકાના સ્થાને હવે 35 ટકા ટેરિફ કરવામાં આવ્યુ છે. કેનેડાએ જાહેરાત કરી હતી કે, તે ફિલિસ્તાનને માન્યતા આપશે. આ જાહેરાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પ નારાજ થયા હતા. અને આ નારાજગીની સજાના રૂપમાં અમેરિકાએ કેનેડા પર ટેરિફ વધાર્યુ છે.


કેનેડા પર દબાણ વધારવા પ્રયાસ

કેનેડા અને અમેરિકાની મિત્રતામાં હવે તિરાડ જોવા મળી રહી છે. ટેરિફના કારણે બન્ને દેશ આમને સામને આવી ગયા છે. ડૉનાલ્ડ ટ્ર્મ્પના નિર્ણયના કારણે લાંબા સમયથી ચાલી રહેલો ટેરિફ વિવાદ હવે વધતો જોવા મળ્યો છે. ભારતમાં 25 ટકા ટેરિફ જાહેર કર્યા બાદ અમેરિકા હવે કેનેડામાં 35 ટકા ટેરિફ જાહેર કર્યો છે. કેનેડાએ ફિલિસ્તાનને માન્યતા આપવાની જાહેરાત કરતા અમેરિકાએ પોતાનું સખ્ત વલણ અપનાવ્યુ છે. સોશિયલ મીડિયા પર અમેરિકાએ જણાવ્યુ છે કે, વેપાર નીતિનો અમલ કેનેડા પર દબાણ વધારવા માટે કરાશે.

અમેરિકા-ઇઝરાયલનું ગઠબંધન

અહીં સવાલ એ ઉભો થાય છે કે, ફિલિસ્તાનને માન્યતા આપવા મુદ્દે અમેરિકા કેમ રોષે ભરાયુ છે. તેનું કારણ છે અમેરિકા-ઇઝરાયલનું ગઠબંધન. મિડલ ઇસ્ટમાં ઇઝરાયલ અમેરિકાનો મુખ્ય સાથી છે. મિડલ ઇસ્ટમાં પોતાનો દબદબો કાયમ રાખવા માટે અમેરિકા હમેંશા ઇઝરાયલનો ઉપયોગ કરતુ આવ્યુ છે. ઇઝરાયલ અને ફિલિસ્તાન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એવામાં કેનેડા ફિલિસ્તાનને માન્યતા આપે છે તો ઇઝરાયલને મોટો ઝટકો લાગી શકે છે. ઇઝરાયલને તકલીફ એટલે અમેરિકાને મુશ્કેલી. આ જ કારણ છે કે પોતાનું દબાણ વધારવા માટે અમેરિકાએ ટેરિફનો સહારો લીધો છે. અને 35 ટકા ટેરિફ લગાવ્યુ છે. 

  • Follow us on: