ઉત્તરપ્રદેશની હાઈ-ટેક પોલીસ જ સાયબર હેકર્સનો શિકાર બની ગઈ છે. અમેઠી જિલ્લામાં એક પોલીસ સ્ટેશન પ્રભારી અને બે હવાલદારના ફોન હેક કરીને તેમના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. હેકર્સે એક ડિજિટલ લગ્નની કંકોત્રી મોકલીને આ ઘટનાને અંઝામ આપ્યો છે. પોલીસ પોતાનું નામ ખરાબ થવાથી બચવા માટે આ મામલા પર મૌન રહી છે.


હેકર્સે વોટસએપ પર એક એપીકે ફાઈલ મોકલી

જો કે અમેઠી જિલ્લામાં સાયબર હેકર્સે પોલીસકર્મીઓને નિશાનો બનાવ્યા છે. જામો અને જગદીશપુર પોલીસ સ્ટેશનમાં કામગીરી કરી રહેલા 3 પોલીસ કર્મચારીઓ આ હુમલાનો શિકાર થયા છે. હેકર્સે તેમના વોટસએપ પર એક એપીકે ફાઈલ મોકલી. આ ફાઈલને ખોલતા જ તેમનો ફોન હેક થઈ ગયો અને તેમના બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા. જો કે પોલીસ બદનામીના ડરથી પૈસા કપાયા હોવાની વાતનો ઈનકાર કરી રહી છે.

લિંકને ક્લિક કરતા જ મોબાઈલ ફોન હેક થઈ ગયો

જાણકારી મુજબ હેકર્સે પોલીસકર્મીઓને એક લગ્નનું ડિજિટલ કાર્ડ મોકલ્યું હતું, જેમાં એક ખાસ કોડની સાથે લખ્યું હતું 'સ્વાગત છે...લગ્નમાં જરૂર આવો. પ્રેમ તે માસ્ટર ચાવી છે જે ખુશીના દ્વાર ખોલે છે' આ લિંકને ક્લિક કરતા જ તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો. પોલીસકર્મી આ પ્રકારની સાયબર છેતરપિંડીનો શિકાર થઈ ગઈ. જ્યારે તે પોતે સાયબર ગુનેગારો સામે લડવા માટે પ્રશિક્ષિત છે. એક પોલીસ અધિક્ષકે જણાવ્યું કે સાયબર હુમલા બાદ પોલીસ કર્મચારીઓએ ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારબાદ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના સાયબર સુરક્ષાને લઈ ગંભીર સવાલ ઉભા કરે છે. સાથે જ બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ હોય સાયબર હેકર્સની જાળમાં ફસાઈ શકે છે. 

  • Follow us on: