ગ્રેટર નોઇડામાં નિક્કી હત્યાકાંડ મામલામાં નવો વળાંક આવ્યો છે. હાલ આ મામલે એવી વાત સામે આવી છે કે નિક્કીનું મોત ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટના કારણે થયુ છે. પરંતુ આ મામલે પોલીસને સિલિન્ડર બ્લાસ્ટ સાથે જોડાયેલા કોઇ પણ પ્રકારના પુરાવા મળ્યા નથી. ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટનું કોઇ નિશાન પણ મળ્યુ નથી. 


સિલિન્ડર બ્લાસ્ટનો કોઇ પુરાવો નહીં

હોસ્પિટલમાં મેમોમાં સિલિન્ડર બ્લાસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એવામાં સવાલ ઉભો થાય છે કે શું નિક્કીનુ મૃત્યુ સિલિન્ડર બ્લાસ્ટને કારણે થયુ છે. હવે પોલીસ હોસ્પિટલમાં પોલીસ કર્મીઓ અને લોકોની પૂછતાછ કરશે કે આખરે તેણે સિલિન્ડર બ્લાસ્ટનો ઉલ્લેખ કોના કહેવા પર અને કેમ કર્યો? નિક્કીની બહેન અને માં બાપનુ કહેવુ છે કે તેમની દીકરીને મારવામાં આવી છે. પતિએ મારઝૂડ કરી અને બાદમાં સાસુએ મદદ કરી ઓઇલ નાખી જીવતી સળગાવી દીધી. ત્યાર બાદ દરેક લોકો ફરાર થઇ ગયા. પોલીસે પતિ વિપિનની ધરપકડ કરી લીધી છે.ત્યાર બાદ પોલીસે નિક્કીની સાસુ, સસુર અને જેઠની પણ ધરપરકડ કરી છે.

વિપિનનું બીજી યુવતી સાથે હતુ રિલેશન

નિક્કીના પતિ વિપિન ભાટી પર વર્ષ 2024માં એક મહિલા સાથે મારપીટ અને શોષણ કરવાનો કેસ ઓલરેડી દાખલ કરેલો જ હતો. આ ઘટના ઓક્ટોંમ્બર 2024ની છે. જ્યાં એક મહિલાએ ગ્રેટર નોઇડાના જારચા પોલીસ સ્ટેશનમાં વિપિન વિરુદ્ધ મારપીટ અને શોષણનો આરોપ લગાવેલી એફઆરઆઇ દાખલ કરાવી હતી. જાણકારી અનુસાર નિક્કી સાથે લગ્ન બાદ પણ વિપિન અન્ય મહિલા સાથે રિલેશનશિપમાં પણ રહેતો હતો. હાલ આ મામલે પોલીસ આગળ તપાસ કરી રહી છે.


  • Follow us on: