રાજા રઘુવંશી હત્યા કેસમાં થઇ રહેલા ખુલાસા પ્રકરણને વધુ રસપ્રદ બનાવી રહ્યુ છે. હત્યાને 4 મહિના થઇ ગયા છે. ત્યારે હવે મૃતક રાજાના ભાઇ વિપિને પોલીસને કહ્યુ છે કે, તેમના પરિવારને જાનનો ખતરો છે. હત્યાના મુખ્ય આરોપીઓની ધરપકડ થઇ છે. અને તેઓ જેલના સળિયા પાછળ છે. ત્યારે રાજાના પરિવારે ખુલાસો કર્યા બાદ પોલીસ માટે ફરી તપાસનો વિષય સામે આવ્યો છે.


કોણ હતો અજાણ્યો શખ્શ ?

રાજા રઘુવંશી હત્યાકેસમાં મૃતક રાજાના પરિવારે પોલીસ પાસે સુરક્ષાની માગ કરી છે. હત્યાના 4 મહિના બાદ પણ રાજાનો પરિવાર ભયના ઓથાર હેઠળ જીવ રહ્યો છે. થોડા દિવસ પહેલા તેમના ઘરે એક યુવક નકલી પોલીસ બનીને આવ્યો હતો. અને તેમની સાથે પૂછપરછ કરી હતી. પરંતુ બાદમાં પરિવારને શંકા જતા તેઓએ પોલીસને જાણ કરી હતી. અને યુવકની અટકાયત કરાઇ હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તે એસઆરપીનો સસ્પેન્ડેડ કૉન્સ્ટેબલલ નિકળ્યો હતો. રાજાના પરિવારે હવે બંદુક લાયસન્સ માટે અરજી કરવા પરવાનગી માગી છે. રાજાના પરિવારજનો કેસમાં પોલીસની પૂરતી મદદ કરી રહ્યા છે.

શું હતો સમગ્ર મામલો ?

ઇન્દોરના ટ્રાન્સપોર્ટનો વેપાર કરતા રાજા રઘુવંશીએ સોનમ રઘુવંશી સાથે લગ્ન કર્યા હતા. મે મહિનામાં લગ્ન કર્યા બાદ તેઓ હનીમૂન પર મેઘાલય ગયા હતા. અને અહીં સોનમે તેના પ્રેમી અને મિત્રો સાથે મળીને રાજાની હત્યા કરી હતી. રાજાની હત્યા બાદ સોનમે ગાયબ થવાનું નાટક કર્યુ હતુ. અને હત્યામાં હાથ ન હોવાનું જણાવ્યુ હતુ. પરંતુ પોલીસે તપાસ કરતા સમગ્ર ખુલાસો થયો હતો. અને સોનમે પોલીસ સમક્ષ સમગ્ર ઘટના વર્ણવી હતી. રાજા રઘુવંશી હત્યાકાંડ બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી હતી. 

  • Follow us on: