મેઘાલયમાં ઇન્દોરના બિઝનેસમમેન રાજા રઘુવંશીની હત્યાની ઘટનાએ સનસનાટી મચાવી છે. રાજા રઘુવંશીની તેની પત્નીએ જ હત્યા કર્યાનું સામે આવ્યા બાદ આ કિસ્સો છેલ્લા ઘણા સમયથી સમાચારોની હેડલાઈન બન્યો છે. રઘુવંશી દંપતી હનીમૂન પર ગયું હતું ત્યારે પ્રેમી અને અન્ય લોકોની મદદથી સોનમે રાજાની હત્યા કરાવી. રાજાની હત્યાના ગુનામાં સોનમ અને તેના પ્રેમી રાજ સહિત 5 આરોપીની ધરપકડ કરવામાં આવી. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ માંગવામાં આવ્યા હતા.


પોલીસે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા

પોલીસે ષડયંત્ર કરી એક શખ્સની હત્યા કરવા મામલે કોર્ટ પાસેથી આરોપીઓ પાસેથી વધુ માહિતી મળી શકે તે અંતર્ગત 10 દિવસના રીમાન્ડ માંગ્યા હતા. શિલોંગ કોર્ટે સોનમ અને રાજ સહિત 5 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસ અધિકારીએ આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે સોનમ રઘુવંશીએ તેના પતિની હત્યા કરાવવાની કબૂલાત કરી છે વધુમાં એ પણ સ્વીકાર કર્યો કે તેણે પ્રેમી રાજ સાથે મળી તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

મેઘાલયમાં મળ્યો રાજાનો મૃતદેહ

મેઘાલયમાં પહાડી વિસ્તારમાંથી રાજાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસને આ મામલો શંકાસ્પદ લાગતા તપાસ કરી હતી. ત્યારે આ કોઈ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં રાજાની તેની પત્નીએ સોનમે જ હત્યા કર્યાનું સામે આવ્યું હતું. પોલીસે રાજા રઘુવંશીની પત્ની સોનમ રઘુવંશી, તેના કથિત પ્રેમી રાજ કુશવાહા અને ત્રણ કોન્ટ્રાક્ટ કિલર આકાશ રાજપૂત, વિશાલ ચૌહાણ અને આનંદ કુર્મીની ધરપકડ કરી. અને ગઈકાલે તમામ પાંચેય આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા.ત્યારે હવે પ્રશ્ન એ છે કે હત્યાનું ષડયંત્ર મધ્યપ્રદેશના ઇન્દોરમાં રચાયું હતું અને ગુનો મેઘાલયમાં થયો છે. અને પતિની કાતિલ પત્નીને સોનમને ઉત્તરપ્રદેશના ગાઝીપુરથી અટકાયત કરવામાં આવી હતી. તો આખરે પતિની કાતિલ સોનમને ઇન્દોર કે શિલોંગ બેમાંથી કઈ જેલમાં રાખવામાં આવશે.

કાયદાકિય નિષ્ણાતોનો અભિપ્રાય

કાયદાકીય રીતે જોઈએ તો હત્યાનો ગુનો મેઘાલયમાં થયો હોવાના કારણે મેઘાલય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને તેથી અધિકારક્ષેત્ર મેઘાલય પોલીસ અને કોર્ટ પાસે છે. CrPC ની કલમ 156 અને 166 મુજબ, ફક્ત ગુના સ્થળની પોલીસને તપાસ અને ધરપકડ કરવાનો અધિકાર છે. કેસ CBI ને ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી ટ્રાયલ મેઘાલયની સેશન્સ કોર્ટમાં પણ જ તેની સુનાવણી થશે. આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી હોવા છતાં તેને ત્યાં રાખી શકાશે નહી તેવું કાયદાકીય નિષ્ણાતો કહી રહ્યા છે. કારણ કે  CrPC ની કલમ 167 હેઠળ, પોલીસ રિમાન્ડ અને ન્યાયિક કસ્ટડી ફક્ત ગુનાના સ્થળની સ્થિતિમાં જ લાગુ પડે છે, સિવાય કે કોર્ટ ખાસ સંજોગોમાં ટ્રાન્સફરની મંજૂરી આપે.

  • Follow us on: