દિલ્હીમાં સાસંદોના ફ્લેટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે 12 ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. દિલ્હીના ડૉ. વિશ્વંભર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી છે. આ ઈમારતમાં લોકસભા અને રાજ્યસભાના અનેક સાંસદો રહે છે.



આગ લાગવાનું કારણ અકબંધ 

આ ઈમારત સંસદ ભવનથી માત્ર 200 મીટર દૂર આવેલી છે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક રહેવાસીઓ અને અધિકારીઓ ચિંતિત છે કારણ કે આ વિસ્તાર સંવેદનશીલ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે ખંતપૂર્વક કામ કરી રહ્યા છે. આગ ઓલવવા માટે છ ફાયર એન્જિન અથાક મહેનત કરી રહ્યા છે.



મળતી માહિતી અનુસાર ફાયર વિભાગને બપોરે 1:20 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલ્યા. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે ફાયર બ્રિગેડની ટીમ ફોન કર્યા પછી મોડી પહોંચી હતી. તેઓ એમ પણ કહે છે કે જો ફાયર બ્રિગેડ સમયસર પહોંચી હોત તો નુકસાન ઓછું થયું હોત.

'પુત્રીના લગ્ન માટે કિમતી વસ્તુઓ હતી અંદર'

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા, એક વ્યક્તિએ કહ્યું કે જ્યારે બ્રહ્મપુત્રપ એપાર્ટમેન્ટમાં આગ લાગી ત્યારે તેના ઘરમાં તેની પુત્રીના લગ્ન માટે ઘણા દાગીના અને કિંમતી વસ્તુઓ હતી. આગમાં નોંધપાત્ર નુકસાન થયું. તેની એક પુત્રી દાઝી ગઈ છે અને તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમને ખબર નથી કે આગ કેવી રીતે લાગી, પરંતુ એવું લાગે છે કે બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા અને તેનાથી જ આગ લાગી.

  • Follow us on: