દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં આવેલા Flourish Stay Hotel હોટલ અગ્નિકાંડ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. હોટલ માલિક લવકેશ બજાજની પોલીસે ધરપકડ કરી છે અને પૂછપરછ શરૂ કરી છે. આ કાર્યવાહી તે ભયાનક દુર્ઘટના બાદ કરવામાં આવી છે જેમાં 21 લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને લઈને અગાઉ લવકેશ બજાજ અને તેમની પત્ની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે. પોલીસની ટીમો સતત તેમની શોધખોળમાં લાગી હતી.













