બુધવારે વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ઋષિકેશથી ઈન્દોર જઈ રહેલી એક ખાનગી બસ ટ્રેલર સાથે અથડાયા બાદ રસ્તાની બાજુની ખાઈમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં 8 મુસાફરોના મોત થયા છે, જ્યારે અન્ય 22 લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, બસ ચાલકને ઝોકું આવી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હોઈ શકે છે.


આ ઘટના કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારના રેસ્ટ એરિયા નજીક બની

આ ઘટના કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારના રેસ્ટ એરિયા નજીક બુધવારે વહેલી સવારે અંદાજે 2:30 વાગ્યે બની હતી. બસ ખાઈમાં પડતાં જ તેના પાછળના ભાગમાં આગ લાગી અને ઘટનાસ્થળે ચીસો-પોકાર મચી ગઈ. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તે સમયે મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બસની ઉપરની બર્થ પર સૂતા મુસાફરો નીચે પટકાયા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

રાહત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 

અકસ્માતની જાણ થતાં જ કોલવા પોલીસ, એમ્બ્યુલન્સ અને રાહત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જોકે, સમયસર બચાવ કામગીરી શરૂ થતાં મોટાભાગના મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી.

ઋષિકેશથી ઈન્દોર જઈ રહી હતી બસ

દૌસાના પોલીસ અધિક્ષક (SP) પીયૂષ દીક્ષિતે જણાવ્યું કે આ દુઃખદ અકસ્માત કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે રાત્રે અંદાજે 3 વાગ્યે થયો હતો. સ્લીપર કોચ બસ મુસાફરોને લઈને ઋષિકેશથી ઈન્દોર તરફ જઈ રહી હતી. રાત્રિના સમયે મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા ત્યારે બસ અચાનક બેકાબૂ બની ગઈ અને એક્સપ્રેસવે પર આગળ જઈ રહેલા ટ્રકના પાછળના ભાગ સાથે જોરદાર ટક્કર મારી.

  • Follow us on: