જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બસંતગઢ ગામમાં શંકાસ્પદ આતંકવાદીઓ જોવા મળ્યાના સમાચાર મળતા જ સુરક્ષા દળોએ ગામને ઘેરી લીધું હતું. સ્થાનિક પોલીસ સાથે મળીને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ શોધખોળ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો.
ભારતીય સેના તરપથી વ્બાઈટ નાીટ કોપર્સ નામના એક્સ અકાઉન્ટ પર પોસ્ટ લખીને આ અથડામણની પૃષ્ટિ કરવામાં આવી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ભારતીય સેના અને જમ્મૂ-કાશ્મીર પોલીસે વસંતગઢના બિહાલી જીલ્લામાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ થઈ ગઈ હતી. ઓપરેશન હજી ચાલુ છે. સુરક્ષાબળો અને પોલીસે આખા વિસ્તારમાં ઘેરાવ કર્યો છે. આતંકીઓને છોડવામાં આવશે નહીં.













