હરિયાણાના ફરીદાબાદમાં એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ થયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ફરીદાબાદ પોલીસ દ્વારા કરાયેલી સંયુક્ત કાર્યવાહીમાં, અલ ફલાહ યુનિવર્સિટીના ડોક્ટર ડૉ. મુઝમ્મિલની ધરપકડ કરવામાં આવી છે. મુઝમ્મિલ વ્યવસાયે ડોક્ટર છે અને લગભગ સાડા ત્રણ વર્ષથી ફરીદાબાદમાં રહેતો હતો. તે યુનિવર્સિટી કેમ્પસમાં ડોક્ટર તરીકે કામ કરતો હતો.


 ફતેહપુર ટાગા ગામમાંથી 2,563 કિલોગ્રામ શંકાસ્પદ વિસ્ફોટકો જપ્ત

હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં પોલીસે વિસ્ફોટકોનો વધુ એક વિનાશક જથ્થો જપ્ત કર્યો છે. અહેવાલો અનુસાર, ફરીદાબાદના ફતેહપુર ટાગા ગામમાંથી 2,563 કિલોગ્રામ શંકાસ્પદ વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. વિસ્ફોટકોનો આ જથ્થો એટલો મોટો છે કે સુરક્ષા એજન્સીઓને તેને પરિવહન કરવા માટે ટ્રકોની માંગણી કરવી પડી હતી.

શંકાસ્પદ વિસ્ફોટક એમોનિયમ નાઈટ્રેટ

પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદ વિસ્ફોટક એમોનિયમ નાઈટ્રેટ છે. ફરીદાબાદ પોલીસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ આજે સવારથી આ વિસ્તારમાં દરોડા પાડી રહી છે. અગાઉ, ફરીદાબાદના ધૌજ વિસ્તારમાંથી 360 કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસના સંદર્ભમાં, જમ્મુ અને કાશ્મીર અને હરિયાણા પોલીસે બે ડોક્ટરો, આદિલ અહેમદ રાથર અને મુઝમ્મિલ શકીલની ધરપકડ કરી છે. મુઝમ્મિલે ધૌજ અને ફતેહપુર ટાગા ગામમાં રૂમ ભાડે રાખ્યા હતા.

 પોલીસે ધૌજમાંથી 360 કિલો વિસ્ફોટકો, 20 ટાઈમર, વોકી-ટોકી અને એસોલ્ટ રાઈફલ્સ જપ્ત કર્યા હતા

ફતેહપુર ટાગા ગામ ધૌજથી 4 કિલોમીટર દૂર છે. મુઝમ્મિલે મૌલાના, ઇસ્તાક પાસેથી ઘર ભાડે લીધું હતું, જેને આજે સવારે પોલીસે કસ્ટડીમાં લીધો હતો. અગાઉ, પોલીસે ધૌજમાંથી 360 કિલો વિસ્ફોટકો, 20 ટાઈમર, વોકી-ટોકી અને એસોલ્ટ રાઈફલ્સ જપ્ત કર્યા હતા. 6 ઓક્ટોબરના રોજ સહારનપુરમાં ધરપકડ કરાયેલા ડૉ. આદિલ અહેમદ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે મુઝમ્મિલની ધરપકડ કરવામાં આવી હતી. તેમની માહિતીના આધારે, વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા, જે આખા શહેરમાં ભય ફેલાવવા માટે પૂરતા હતા.

 જૈશ-એ-મોહમ્મદને સમર્થન આપતા પોસ્ટરો લગાવ્યા બાદ આદિલ સુરક્ષા એજન્સીઓના રડારમાં આવ્યો

ડૉ. મુઝમ્મિલ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતો હતો , જ્યારે આદિલ અહેમદ અનંતનાગની સરકારી હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર પણ છે. જૈશ-એ-મોહમ્મદને સમર્થન આપતા પોસ્ટરો લગાવ્યા બાદ આદિલ સુરક્ષા એજન્સીઓના રડારમાં આવ્યો હતો. ત્યારબાદ, આ મોટા આતંકવાદી ષડયંત્રની કડીઓ ખુલવા લાગી.

આતંકવાદી નેટવર્કમાં 'ડોક્ટર' અને 'મૌલાના'

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાં ઘણા શિક્ષિત યુવાનો અને તબીબી વ્યાવસાયિકો શામેલ છે જેઓ દેશમાં આતંક મચાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. અત્યાર સુધીમાં, આ ષડયંત્રમાં સામેલ સાત લોકોના નામ જાહેર થયા છે. ધરપકડ કરાયેલા લોકોમાં કુલગામના રહેવાસી અને અનંતનાગ જીએમસીના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ડો. આદિલ અહેમદ ડારનો સમાવેશ થાય છે તેની 27 ઓક્ટોબરના રોજ સહારનપુરથી ધરપકડ કરવામાં આવી હતી. બીજો મુખ્ય આરોપી ડો. મુઝમ્મિલ શકીલ છે, જે પુલવામાનો રહેવાસી છે, જેની લગભગ 10 દિવસ પહેલા ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. મુઝમ્મિલ ફરીદાબાદની અલસફા યુનિવર્સિટીમાં મેડિકલનો વિદ્યાર્થી છે અને ફિઝિશિયન તરીકે કામ કરે છે.

મહિલા ડોક્ટરની કારમાંથી હથિયારો મળી આવ્યા

પોલીસને મહિલા ડોક્ટરની કારમાંથી એક એસોલ્ટ રાઇફલ, એક પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા. આ કાર ફરીદાબાદની હોસ્પિટલમાં કામ કરતા ડો. મુઝમ્મિલ શકીલના સહયોગીના નામે નોંધાયેલી છે. આ કેસમાં એક મહિલા ડોક્ટરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.


  • Follow us on: