હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લા અને પંજાબના સરહદી વિસ્તારમાં ભૂકંપના આકરા ઝટકા અનુભવાયા છે. એંડ્રોઈડ અર્થક્વેક એલર્ટ સિસ્મટ અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. તેનું મુખ્ય કેન્દ્ર હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધર્મશાળાથી લગભગ 18 કિમી દૂર જમીનની અંદર હતું. રાતના લગભગ 10.04 વાગ્યે આવેલા આ ઝટકાના કારણે લોકો ડરી ગયા અને કેટલીય જગ્યાએ લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. 


આ વિસ્તારોને ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ

આ વિસ્તારોને ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ ગણવામાં આવે છે, અને રાજ્યના ઘણા જિલ્લાઓ ઉચ્ચ જોખમી ઝોન-5માં આવે છે. ભૂકંપ અનુભવાતાની સાથે જ,સાવચેતી રૂપે ઘણા લોકો તેમના ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને સંબંધિત એજન્સીઓ પાસેથી વિગતવાર અહેવાલોની રાહ જોઈ રહ્યું છે.



જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી

ભૂકંપના આંચકા અનુભવાતાની સાથે જ, સાવચેતીના ભાગ રૂપે ઘણા લોકો તેમના ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા. કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સંબંધિત એજન્સીઓ પાસેથી વિગતવાર અહેવાલોની રાહ જોઈ રહ્યું છે.

તમામ જિલ્લાઓમાં ભૂકંપના આંચકા 

કાંગડા પ્રદેશ ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે અને તેને ઉચ્ચ ભૂકંપ જોખમ ક્ષેત્રમાં સમાવવામાં આવ્યો છે. અગાઉ, ધર્મશાળા અને આસપાસના વિસ્તારોમાં સમયાંતરે હળવાથી મધ્યમ ભૂકંપના આંચકા નોંધાયા છે. હિમાચલ પ્રદેશના તમામ જિલ્લાઓમાં જોરદાર ભૂકંપ અનુભવાયા હતા.

ભૂકંપ સમયે શું ન કરવું

લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો: ભૂકંપ દરમિયાન અથવા તરત પછી મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાંથી નીચે જવા માટે ક્યારેય લિફ્ટનો ઉપયોગ ન કરો, ફક્ત સીડીઓનો જ ઉપયોગ કરો.બિલ્ડિંગની અંદર દોડશો નહીં: ઝટકા આવે ત્યારે ઘરમાં કે ઓફિસમાં ગભરાઈને અહીં-ત્યાં દોડશો નહીં. ભીડભાડ અને દોડધામથી પડી જવાની કે ઈજા થવાની શક્યતા વધારે હોય છે.

આ પણ વાંચો - TMC માં કોંકડું ગુચવાયું, મમતાની બેઠકમાં માત્ર 8 ધારાસભ્યો અને 6 સાંસદ


  • Follow us on: