ઇંદોરના રાજા રઘુવંશી મર્ડર કેસમાં તેની પત્ની મળી આવ્યા બાદ રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. વળી તેની પત્નીનો પ્રેમી પણ ઝડપાયો છે. પોલીસે આ મામલે 3 સુપારી કિલર્સને ઝડપ્યા છે. પોલીસના સૂત્રો મુજબ મેઘાલયના શિલોંગમાં પહાડ ચઢતી વખતે સુપારી કિલર્સ થાકી ગયા હતા. તેઓએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે તેઓ રાજાની હત્યા નહી કરે. સોનમે તેઓને પૈસાની લાલચ આપી.


હત્યા કરવાની ના કહેતા સોનમે બૂમ પાડી...Kill RAJA

પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ 23મેના રોજ સોનમ ફોટોશૂટના બહાને રાજાને સૂમસામ પહાડી વિસ્તારમાં લઇ ગઇ. તે પોતે પાછળ રહી અને ત્રણ સુપારી કિલર્સ રાજાની સાથે આગળ વધ્યા. જેવી જગ્યા ખાલી મળી કે સોનમે બૂમ પાડીને કહ્યું કે રાજાને મારી નાંખો. જે બાદ આરોપી વિશાલ ચૌહાણે રાજાને માથાના ભાગે હથોડી મારી બીજો આરોપી આકાશ રાજપૂત દૂરથી બાઇક પર નજર રાખી રહ્યો હતો.

આરોપીઓ પહાડ પર ચઢીને થાકી ગયા 

આરોપીઓએ પોલીસને કહ્યું કે તેઓ પહાડ ચઢીને થાકી ગયા હતા જેથી હત્યા કરવાની ના પાડી દીધી. ત્યારે સોનમે કહ્યું કે 20 લાખ આપીશ મારવો જ પડશે. તે જ સમયે સોનમે રાજાના પર્સમાંથી 15 હજાર કાઢીને આરોપીઓને આપ્યા. જો કે પહેલા તો સુપારી કિલર્સ સાથે રાજાના મર્ડર માટે 50 હજારમાં જ ડીલ થઇ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે હત્યાના આરોપમાં ઝડપાયેલો રાજ કુશવાહ રાજાના અંતિમ સંસ્કારમાં હાજર હતો. રાજાના સસુર દેવી સિંહને સાંત્વના આપતો જોવા મળ્યો હતો. એક અન્ય વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં રાજ કુશવાહ ભાવુક જોવા મળ્યો હતો જેમ કોઇ નજીકનુ વ્યક્તિ ગુમાવ્યા હોય.

23મેના રોજ જ્યારે રાજાનો મૃતદેહ મેઘાલયના શિલોન્ગના જંગલોમાં મળી હતી. સોનમ અને રાજા હનીમૂન માટે શિલોંગ ગયા હતા. આ દરમિયાન રાજાની હત્યા કરીને તેની લાશને ખીણમાં ફેંકી દેવાઇ। હત્યાને અંજામ આપીને સોનમ શિલોન્ગથી ગાજીપુર ભાગી ગઇ હતી. પોલીસે આ મામલે સોનમ અને તેના પ્રેમી સહિત ત્રણેય સુપારી કિલર્સની ધરપકડ કરી છે. સોનમને ગાઝીપુરથી પોલીસ મેઘાલયના શિલોંગ લઇને જઇ રહી છે. ત્યાં જઇને પોલીસ સોનમની પૂછપરછ કરશે.


  • Follow us on: