જમ્મુ અને કાશ્મીરમાં આકાશમાંથી જાણે કે આફત વરસી રહી છે. કિશ્તવાડ પછી હવે કઠુઆમાં કુદરતનો વિનાશ જોવા મળ્યો છે. કઠુઆમાં આજે એટલે કે રવિવારે વહેલી સવારે વાદળ ફાટવાથી પૂર આવ્યું હતું. વાદળ ફાટવાથી અફરા તફરી મચી ગઇ હતી.કુદરતનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યુ હતુ કઠુઆ જિલ્લામાં વાદળ ફાટવાથી જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. કાટમાળમાં ચારથી પાંચ લોકો ફસાયા હોવાના સમાચાર છે.
હવે કઠુઆમાં વાદળ ફાટવાની ઘટના બની છે
કિશ્તવાડમાં વાદળ ફાટવાથી થયેલી આફતના થોડા દિવસો પછી, હવે કઠુઆમાં વાદળ ફાટવાની ઘટના બની છે. રવિવારે (17 ઓગસ્ટ) કઠુઆ જિલ્લાના જોડ વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થવાની સંભાવના છે. ઘણા ઘરો કાટમાળ નીચે આવી ગયા છે.
જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક ભાગ પણ કાટમાળ નીચે આવી ગયો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક નળી બંધ થઈ ગયો છે. હાલ નુકસાનનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. રાહત અને બચાવ કાર્ય માટે બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
કિશ્તવાડ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 65 લોકોના મોત
કિશ્તવાડ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 25 લોકોની જમ્મુ અને કાશ્મીરની સરકારી મેડિકલ કોલેજ (GMC) અને હોસ્પિટલમાં મોટી સર્જરી કરવામાં આવી હતી અને તેમના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટની રાત્રે, 66 ગંભીર રીતે ઘાયલ દર્દીઓને જમ્મુના GMCમાં લાવવામાં આવ્યા હતા. લોકોના જીવ બચાવવા માટે તે જ રાત્રે લગભગ 25 મોટી સર્જરી કરવામાં આવી હતી.
રાહત અને બચાવ કાર્ય માટે બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કિશ્તવાડના ચાશોટી ગામમાં વાદળ ફાટવાથી પ્રભાવિત લોકો માટે સહાયની જાહેરાત કરી હતી. આપત્તિગ્રસ્ત ગામની મુલાકાત દરમિયાન, તેમણે અસરગ્રસ્ત લોકોને 'એકતા અને તાત્કાલિક રાહતના પગલા' તરીકે મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી નાણાકીય સહાયની જાહેરાત કરી હતી અને તેમને લાંબા ગાળાની સહાયની ખાતરી પણ આપી હતી.