ભારતીય વાયુસેનાનો મિગ-21 વિમાન, દેશનું પહેલું સુપરસોનિક લડાકૂ વિમાન, શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2025ના રોજ છેલ્લી વાર આકાશમાં ઉડશે. 1960ના દાયકાથી તેનું પ્રારંભ થયો અને ત્યારથી જ વાયુસેનાએ જેટ યુગમાં પ્રવેશ કર્યો હતો. 62 વર્ષની સેવા પછી હવે નિવૃત્ત થઈ રહ્યું છે. પરંતુ તેની સૌથી ભાવુક વિદાય તેના પાઇલોટ્સ માટે હશે, જેમણે દાયકાઓ સુધી તેને ઉડાડ્યું. આ વિમાને યુદ્ધોમાં બહાદુરીના દ્રષ્ટાંતો સ્થાપ્યા છે.
પાઇલોટ્સની શરૂઆતની મુશ્કેલીઓ, રશિયન ભાષા અને નવી ટેક્નોલોજી
પૂર્વ વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.વાય. ટિપનિસ (નિવૃત્ત) એ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે મિગ-21ની શરૂઆતમાં કેટલી અડચણો હતી. તેઓ 1960માં ફાઇટર પાઇલોટ બન્યા અને પછી જ મિગ-21 સ્ક્વોડ્રનમાં સામેલ થયા. 1977માં તેઓ નંબર 23 સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર બન્યા.જ્યારે પહેલુ એનુ મોડલ આવ્યુ ત્યારે કોઇ ટ્રેનર વિમાન નહોતુ.













