મુંબઇના મલાડમાં અનેક ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની માહિતી મળતા જ બીએમસીનુ ફાયર વિભાગ દોડતુ થયું. પોલીસ, બીએમસી વોર્ડ અધિકારી અને 108 એમ્બ્યુલન્સ ટીમ પર પહોંચી ગઇ.
સંજયનગર અને પિંપરીવાડા વિસ્તારોમાં લાગી આગ
બપોરે મુંબઈના મલાડ (પૂર્વ) ના પઠાણવાડી સંજય નગર અને પિંપરીપાડા વિસ્તારોમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ બીએમસી ફાયર બ્રિગેડ (એમએફબી) ને બપોરે12.54 વાગ્યે કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આગ લગભગ 15 થી 20 ગોડાઉન સુધી મર્યાદિત હતી. માહિતી મળતાં બીએમસી ફાયર વિભાગ, પોલીસ, બીએમસી વોર્ડ અધિકારીઓ, 108 એમ્બ્યુલન્સ અને અદાણી ઇલેક્ટ્રિસિટી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.













