મુંબઇમાં ચોમાસાનુ આગમન થયા બાદ વરસાદનું નામોનિશાન ન હતુ. પરંતુ હવે ફરી એકવાર મુંબઇમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી જ મુંબઇમાં વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ ઉપનગરોમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ ઉપનગરોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. અધિકારીઓ એલર્ટ પર છે, અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો સ્ટેન્ડબાય પર છે.


ભારે વરસાદનું એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગની સાત દિવસની આગાહી મુજબ સોમવારે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે, ખાસ કરીને દક્ષિણ મુંબઈ અને પશ્ચિમી ઉપનગરોના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. આ ઉપરાંત ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ તેમજ ટ્રાફિક જામની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હાલમાં

મુંબઇમાં વરસાદની જો વાત કરીએ તો, દક્ષિણ મુંબઇ અને વેસ્ટર્ન ઉપનગરોમાં સૌથી વધારે પરોઢીએ 2થી 5માં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે વરસાદને લઇને સોમવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.


ક્યાં કેટલો વરસાદ વરસ્યો ?

ફોર્ટ વિસ્તારમાં સૌથી વધારે 74 m, જ્યારે બાંદ્રામાં 62 mm, મલાબાર હિલ્સ 60 mm, અને લોવર પરેલમાં 58 mm વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત હાજી અલીમાં 57mm, જ્યારે માટુંગામાં 56 mm તથા ગ્રાન્ટ રોડ અને સાંતાક્રઝમાં 47 mm each અને દાદરમાં 41 mm વરસાદ નોંધાયો હતો. 


  • Follow us on: