નવી મુંબઇના નેરુલા સ્થિત સુશ્રુષા હોસ્પિટલમાં સોમવારે બેઝમેન્ટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં અનેક દર્દીઓ આગની ઝપેટમાં આવી ગયા. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી, બીજી તરફ દર્દીઓને હોસ્પિટલમાંથી ઝડપથી બહાર કાઢવામાં આવ્યા. જ્યારે આગ લાગી ત્યારે 21 દર્દીઓ હોસ્પિટલમાં હતા. 20 દર્દીઓને બીજી બ્રાંચમાં શિફ્ટ કરવામાં આવી જ્યારે 1 દર્દીને વાશીની હોસ્પિટલમાં એડમિટ કરાયો.
4 દર્દીઓ હતા આઇસીયુમાં













