નીટ પરીક્ષામાં પેપર લીકના વિવાદ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) હવે 21 જૂને યોજાનારી NEET-UG 2026 પરીક્ષા સુચારુ અને સુરક્ષિત રીતે યોજવા માટે સંપૂર્ણ તૈયાર છે. એજન્સીએ નિષ્પક્ષ અને ઉમેદવાર-મૈત્રીપૂર્ણ પરીક્ષા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.


પરીક્ષા 551 શહેરમાં 5,440 પરીક્ષા કેન્દ્રો પર તથા વિદેશના 14 કેન્દ્રોમાં યોજાશે

આ પરીક્ષા દેશના 551 શહેરોમાં 5,440 પરીક્ષા કેન્દ્રો પર તથા વિદેશના 14 કેન્દ્રોમાં યોજાશે. કુલ 22 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે. પરીક્ષા અંગ્રેજી સહિત 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવશે. NTA મુજબ, લગભગ 95,000થી વધુ પરીક્ષા કક્ષાઓમાં CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 1,38,560 CCTV કેમેરા દ્વારા પરીક્ષાની મોનિટરિંગ રાષ્ટ્રીય, રાજ્ય અને મંત્રાલય સ્તરે લાઈવ કરવામાં આવશે. સાથે જ 51,311 જેટલા જામર લગાવવામાં આવ્યા છે જેથી કોઈપણ ઇલેક્ટ્રોનિક ગડબડી અટકાવી શકાય.

48,448 બાયોમેટ્રિક વેરિફિકેશન સ્ટાફની નિયુક્તિ

સુરક્ષા માટે વિશાળ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર 40થી 50 સુરક્ષાકર્મીઓ રહેશે. કુલ 38,795 ફ્રિસ્કિંગ સ્ટાફ અને 48,448 બાયોમેટ્રિક વેરિફિકેશન સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. ઉમેદવારોની ઓળખ માટે ફેસ ઓથેન્ટિકેશનનો પણ ઉપયોગ થશે. CCTV મોનિટરિંગ માટે 6,700 ઓબ્ઝર્વર્સ અને 100થી વધુ વર્ચ્યુઅલ ઓબ્ઝર્વર્સ તહેનાત રહેશે. દરેક કેન્દ્ર પર એક સેન્ટર સિસ્ટમ્સ ઓફિસર (CSO) પણ નિયુક્ત કરવામાં આવ્યો છે.

પીવાનું પાણી, ORS, એમ્બ્યુલન્સની વ્યવસ્થા

રાજ્ય અને જિલ્લા પ્રશાસન સાથે મળીને પોલીસ, પેરામિલિટરી ફોર્સ અને અન્ય વિભાગો પણ સુરક્ષામાં જોડાયા છે. પરીક્ષા પૂર્વે દેશવ્યાપી મૉક ડ્રિલ પણ કરવામાં આવી હતી. ઉમેદવારો માટે પીવાનું પાણી, ORS, એમ્બ્યુલન્સ અને વેઈટિંગ એરિયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. NTAએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને પેપર લીકના ખોટા દાવાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એજન્સીએ ઉમેદવારો અને વાલીઓને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.

આ પણ વાંચો : Maharashtra Politics : રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની મોટી જાહેરાત, યવતમાલમાં કરશે શક્તિ પ્રદર્શન



  • Follow us on: