સરકાર NEET પુનઃપરીક્ષા સુચારુ રીતે યોજાય તે માટે કડક પગલાં લઈ રહી છે. વળી આ વખતે પેપલીક જેવી કોઇ ઘટનાન ન બને તે માટે સેના પણ આ કામગીરીમાં જોડાઇ છે.એરફોર્સના વિશેષ વિમાન ગજરાજ દ્વારા પેપર એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને પણ કોઇ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રખાઇ રહ્યુ છે. આ બધા વચ્ચે એનટીએની ઉડીને આંખે વળગે તેવી લાપરવાહી સામે આવી.
નાગપુરનો વિદ્યાર્થી UAEમાં આપશે નીટ ?
21 જૂને પરીક્ષા યોજાવાની છે. તમે જ્યારે તમારુ પરીક્ષા સેન્ટર ચેક કરો અને સેન્ટર વિદેશનું નીકળે તો ? પગ તળેથી જમીન ખસી જાય.આવો જ બનાવ બન્યો નાગપપરના નીટના એક વિદ્યાર્થી સાથે. જેનુ એક્ઝામ સેન્ટર UAE નીકળ્યું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કથિત ટેકનિકલ ખામીને કારણે, વિદ્યાર્થી અબ્દુલ્લાને 21 જૂને યોજાનારી NEET પુનઃપરીક્ષા માટે અબુ ધાબી કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું.
વિદેશમાં ગોઠવાઇ એક્ઝામ
પરીક્ષા પહેલા માત્ર એક દિવસ બાકી હોવાથી, વિદ્યાર્થી અને તેનો પરિવાર ચિંતિત છે. નીટનો વિદ્યાર્થી અબ્દુલ્લાને શરૂઆતમાં નાગપુરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. તેની અરજીમાં, તેણે નાગપુર અને વર્ધાને પ્રાથમિકતા આપી હતી. આમ છતાં, NTA એ સ્થાનિક વિકલ્પોને બદલે વિદેશી કેન્દ્ર સોંપ્યું. પાસપોર્ટ અને વિઝા ઔપચારિકતાઓ પૂર્ણ કરવી અને 24 કલાકની અંદર વિદેશ પ્રવાસ કરવો અશક્ય છે.
NTAએ સ્વીકારી ભૂલ
આ સમસ્યાની જાણ થતાં, માતાપિતાએ NTA હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી. અધિકારીઓએ પ્રારંભિક સ્તરે તકનીકી ભૂલ સ્વીકારી છે. અબૂધાબીથી બદલીને હવે નાગપુરમાં જ સેન્ટર ફાળવાયુ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તેની સત્તાવાર વોટ્સએપ ચેનલ દ્વારા NEET-UG પુનઃપરીક્ષામાં બેસનારા ઉમેદવારો સાથે પરીક્ષા અને કેન્દ્ર સ્થાનો સંબંધિત આવશ્યક વિગતો શેર કરશે. એજન્સીના જણાવ્યા અનુસાર, આ પહેલનો હેતુ ઉમેદવારોને મહત્વપૂર્ણ માહિતી સીધી મળે તે સુનિશ્ચિત કરવાનો છે અને 21 જૂન, 2026 ના રોજ યોજાનારી પુનઃપરીક્ષા પહેલા કોઈપણ મૂંઝવણને રોકવાનો છે.
NEET-UGની કેમ યોજાઇ રહી છે ફરીથી પરીક્ષા ?
NEET-UG ની પુનઃપરીક્ષા 21 જૂને યોજાવાની છે. આ પરીક્ષા મૂળ ગયા મહિને 3 મેના રોજ યોજાઈ હતી, પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પેપર લીક થવાના કારણે તેને રદ કરી દીધી હતી અને ત્યારબાદ ફરીથી પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. CBI પેપર લીક કેસની તપાસ કરી રહી છે, અને ઉમેદવારોને મોટી રકમના બદલામાં પરીક્ષા સંબંધિત સામગ્રી પૂરી પાડવાના આરોપમાં અત્યાર સુધીમાં ઘણા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?