દેશના કરોડો ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જો તમે પણ ખેડૂત છો, તો તમે હપ્તાની રાહ જોઈ રહ્યા હશો. સરકાર તરફથી ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર આ યોજના અંતર્ગત પૈસા મળે છે. અત્યાર સુધીમાં ખેડૂતોને 19 હપ્તા મળી ચૂક્યા છે અને હવે બધા ખેડૂતો 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. બધાના મનમાં એ પ્રશ્ન હશે કે 20મા હપ્તાના પૈસા ક્યારે આવશે? તમને જણાવી દઈએ કે હવે તમારે વધુ રાહ જોવી નહીં પડે. થોડા જ દિવસોમાં 20મો હપ્તો આપવામાં આવશે. ચાલો તમને જણાવીએ કે ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં આ પૈસા.


ક્યારે આપવામાં આવશે હપ્તો?

PM કિસાન યોજનાના 20મા હપ્તા પર બધા ખેડૂતોની નજર મંડાયેલી છે. 19મો હપ્તો મળ્યાને આજે પાંચ મહિના થઈ ગયા છે. સામાન્ય રીતે, ચાર મહિના પછી આગળનો હપ્તો આપવામાં આવે છે. જોકે, હજુ સુધી આગળના હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી નથી, પણ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો ટૂંક સમયમાં આપવામાં આવશે. સરકાર તરફથી હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી જ્યાં સુધી સત્તાવાર રીતે હપ્તો આપવાની તારીખ જાહેર ન થાય, ત્યાં સુધી ખેડૂતોએ રાહ જોવી પડશે.

ખેડૂતો પોતાના સ્ટેટસની આવી રીતે ચકાસણી કરી શકે છે

કિસાન યોજના સાથે જોડાયેલા લાભાર્થીઓ પોતાને મળેલા હપ્તાઓની માહિતી ચેક કરી શકે છે. તેના માટે PM કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે. ત્યાં કિસાન કોર્નર સેક્શનમાં જઈને 'Know Your Status' પર ક્લિક કરો, ત્યારબાદ પોતાનો મોબાઈલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ 'Get Data' પર ક્લિક કરતાં તમને જાણવા મળશે કે તમે લાભાર્થીની યાદીમાં છો કે નહીં અને તમારા ખાતામાં કેટલા હપ્તા જમા થયા છે.


  • Follow us on: