બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલા ત્યાંના રાજકારણમાં તમામ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે. એક તરફ કોંગ્રેસ અને મહાગઠબંધને મત ચોરીને મુદ્દો બનાવ્યો છે.
પીએમ મોદી પર ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણઃ ચિરાગ
રાહુલ ગાંધીથી લઈને તેજસ્વી યાદવ સુધીના મહાગઠબંધનના નેતાઓ મત ચોરીને લઈને પીએમ મોદી અને ચૂંટણી પંચ પર નિશાન સાધી રહ્યા છે. અહીં, ભાજપ અને NDAના નેતાઓ PM મોદી અને તેમની માતાને દુર્વ્યવહારનો મુદ્દો બનાવી રહ્યા છે. શાસક પક્ષ અને વિપક્ષ પોતપોતાના મુદ્દાઓ સાથે એકબીજા પર દબાણ લાવવામાં વ્યસ્ત છે. PM મોદીએ પણ દુર્વ્યવહારના મામલે ટિપ્પણી કરી છે. દરમિયાન, ચિરાગ પાસવાને પણ એક નિવેદન આપ્યું છે.
Also Read
Bihar Assembly Election 2025: ચૂંટણી એકલા હાથે લડવા મામલે Chirag Paswanની જાહેરાત, હવે નથી રહ્યો NDAનો સાથ
Bihar Assembly Election 2025: બિહારમાં Chirag Paswanને કોણ આપી રહ્યુ છે પડકાર, સર્વેમાં કોની લોકપ્રિયતા આવી સામે?
Bihar Assembly Election 2025: મને દુઃખ છે કે હું આવી સરકારનું સમર્થન કરી રહ્યો છુંઃ Chirag Paswan
સોશિયલ મીડિયા પર મુકી પોસ્ટ
લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ લખી છે. તેમણે કહ્યું કે બિહારના દરભંગામાં, પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતાને આરજેડી અને કોંગ્રેસના મંચ પરથી અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ કોંગ્રેસ અને આરજેડીની એ જ ઘૃણાસ્પદ માનસિકતા છે. જે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોની વિરુદ્ધ છે. તેમણે આગળ લખ્યું કે હું યાદ અપાવવા માંગુ છું કે લોકસભા ચૂંટણી દરમિયાન, મારી માતા અને મને પણ આરજેડીના મંચ પરથી અપશબ્દો કહેવામાં આવ્યા હતા. એ સ્પષ્ટ છે કે આ પક્ષોનું રાજકારણ ગૌરવ અને મુદ્દાઓ પર આધારિત નથી, પરંતુ અપશબ્દો અને વ્યક્તિગત હુમલાઓ પર આધારિત છે.










