તેજ પ્રતાપ સોશિયલ સાઇટ X પર લખ્યું છે કે, પાંચ જયચંદમાંથી એક આજે બિહાર છોડીને જવાના છે. આજે પોતાના આખા પરિવાર સાથે પટના જંકશનથી ભાગી જવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તેમણે કહ્યું કે ચૂંટણીનો સમય આવી ગયો છે. આવી સ્થિતિમાં જો કોઈ મેદાન છોડીને ભાગી જાય તો તેનો શું અર્થ થાય છે? જનતા અને મીડિયાએ નિર્ણય લેવો જોઈએ.


જયચંદ મારી નજરથી નહીં બચેઃ તેજ પ્રતાપ યાદવ

રાષ્ટ્રીય જનતા દળમાંથી હાંકી કાઢવામાં આવેલા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે તેમના વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. તેજ પ્રતાપ યાદવે દાવો કર્યો હતો કે કોઈ જયચંદ મારી નજરથી બચી શકશે નહીં. ધીમે ધીમે પરંતુ ચોક્કસ, બાકીના જયચંદના ચહેરા અને પાત્રો ટૂંક સમયમાં બધા સમક્ષ જાહેર થશે. કારણ કે ભગવાનના ઘરમાં વિલંબ થઈ શકે છે. પરંતુ અન્યાય નહી થાય. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, હું બધા મીડિયા મિત્રો અને સાથીદારોને સતર્ક રહેવા વિનંતી કરું છું. કારણ કે આ જયચંદ પટના એરપોર્ટ, પટના જંકશન અથવા બસ સ્ટેન્ડથી પણ ભાગી જવાનો પ્રયાસ કરી શકે છે.

અમારા વિરુદ્ધ કાવતરુ સફળ નહીં થાયઃ તેજ પ્રતાપ

તેજ પ્રતાપ યાદવે ટ્વિટ કર્યું હતું કે, આકાશ યાદવ અને કેટલાક દેશદ્રોહીઓ દ્વારા અમારી તસવીર વાયરલ કરવાનું કાવતરું અમારી રાજકીય કારકિર્દીને સમાપ્ત કરવાનું કાવતરું છે. પરંતુ આ દેશદ્રોહીઓને હજુ સુધી ખબર નથી કે અમારું નામ તેજ પ્રતાપ યાદવ છે. તમારા જેવા લોકોથી અમારું રાજકીય જીવન સમાપ્ત થશે નહીં. પરંતુ અમે વધુ તાકાતથી આગળ વધીશું. તેમણે કહ્યું કે દેશદ્રોહીઓ ગમે તેટલું મોટું કાવતરું ઘડે, તેઓ ક્યારેય અમને હરાવી શકશે નહીં. અમે અમારા સંગઠન અને સામાજિક પ્લેટફોર્મ, બિહારના રાજકારણમાં ટીમ તેજ પ્રતાપ યાદવ દ્વારા સમગ્ર રાજ્યમાં જાહેર સંવાદ કરીશું અને ચૂંટણી પણ લડીશું. હવે જે કોઈ અમને પડકારવા માંગે છે, તે મેદાનમાં આવીને અમારો સામનો કરે.

  • Follow us on: