આરજેડીના ભૂતપૂર્વ સાંસદ સંતોષ કુશવાહાએ દુલારચંદ યાદવ હત્યાકાંડ મામલે આરોપ અને પ્રતિઆરોપના કિસ્સામાં પોતાનું પ્રતિક્રિયા આપી છે.
આરોપ-પ્રતિઆરોપનો દૌર શરુ
દુલારચંદ યાદવ હત્યાકાંડમાં હવે આરોપ-પ્રતિઆરોપનો દૌર શરુ છે. આરોપોમાં હવે જાતિ સંઘર્ષનો પણ રંગ જોવા મળ્યો હતો. દુલારચંદ યાદવના સમર્થકોએ મૃતદેહને બાઢ શહેરમાં મુકીને પ્રદર્શનો શરુ કર્યા છે. પરંતુ સમયની સાથે પોલીસે મૃતદેહને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. તો આ મામલે દુલારચંદ યાદવના પૌત્રે અનંત સિંહ પર હત્યાનો આરોપ લગાવીને કેસમાં નવો વળાંક લાવ્યા છે.
Also Read
Mokama Dularchand Yadav Murder Case: હત્યાની ઘટના અંગે અનંત સિંહ અને સૂરજભાન સિંહે શું કહ્યુ?, જાણો
Mokama Dularchand Yadav Murder Case: મોકામા ટાલમાં જેની ચાલતી હતી ધાક, તેણે જ ચૂંટણી પ્રચાર દરમિયાન ગુમાવ્યો જીવ
Mokama Dularchand Yadav Murder Case: મોકામા ટાલમાં મર્ડર, લાલુ પ્રસાદ યાદવના વિશ્વાસુ વ્યક્તિની કરાઇ હત્યા
પૌત્ર રવિરંજનનો આરોપ
મોકામા ટાલ વિસ્તારમાં દુલારચંદ યાદવની હત્યા પર તેમના પૌત્ર રવિરંજને કહ્યુ છે કે, અનંત સિંહનું કહેવું હતુ કે દુલારચંદ યાદવ કેવી રીતે પછાત જાતિનો અવાજ બુલંદ કરી રહ્યા હતા. પછાત જાતિના ઉમેદવાર પિયુષ પ્રિયદર્શી ધારાસભ્ય બનવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અનંત સિંહ સાથેની જૂની અદાવત મામલે રવિરંજને કહ્યુ હતુ કે, તમે પણ રાજનીતિ કરી રહ્યા છો. આ હત્યા લોકતંત્રની હત્યા હોવાનું દુલારચંદના પૌત્રે કહ્યુ હતુ.
દુલારચંદ યાદવના સમર્થકોમાં રોષ
અનંત સિંહ હમેંશા બોલતા રહ્યા કે, દુલારચંદ યાદવ એક માત્ર એવા વ્યક્તિ હતા જે મોકામામાં જાહેરમાં ફરી શકતા હતા. અને કહેતા હતા કે, અનંત સિંહે કોઇ કામ નથી કર્યું. દુલારચંદ યાદવ અવાજ ઉઠાવતા રહ્યા છે. અને તેનું આજે આ પરિણામ મળ્યુ છે. તેમની હત્યા અનંત સિંહે કરી છે. દુલારચંદ યાદવ હત્યાકાંડને જાતિય સંઘર્ષનો રંગ આપવામાં આવી રહ્યો છે. આરજેડીના નેતા સંતોષ કુશવાહાએ પણ કહ્યુ હતુ કે, દુલારચંદ સમાજ માટે સારા કાર્યો કરીને અંતિમ યાત્રાએ નિકળ્યા છે.










