CECએ કહ્યુ હતુ કે, SIRથી બનેલી મતદાતા યાદી પર બિહારમાં 'ઝીરો અપીલ' દાખલ થઇ છે.

બિહારમાં પૂર્ણ થઇ પ્રક્રિયા

SIRના પ્રથમ તબક્કામાં 12 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2026માં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે તેમનો સમાવેશ કરવામાં આવશે. અસમ, તમિલનાડુ, પોંડીચેરી, કેરલ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 12 રાજ્યોમાં Special Intensive Revision એટલે SIR મતદાતા યાદીના પુનઃનિરીક્ષણના શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રક્રિયા હાલમાં જ બિહારમાં પૂર્ણ થઇ છે. બિહારમાં આગામી મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

12 રાજ્યોમાં શરુ થશે SIR

SIR મામલે ચૂંટણી પંચની મોટા રાજ્યો સાથે ચર્ચા કરવામાં આવી છે. SIRનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. બિહારમાં SIR પૂરી રીતે સફળ રહ્યુ છે. બીજા તબક્કામાં 12 રાજ્યોમાં SIRની જાહેરાત કરવામાં આવી છે. 1951 થી 2004 સુધી SIR કરાવવામાં આવ્યું હતુ. બિહાર બાદ અસમ, પશ્ચિમ બંગાળ, તમિલનાડું, પોંડીચેરી, ઉત્તરપ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશમાં SIR લાગૂ થશે. SIR દરેક યોગ્ય મતદાતાને સામેલ કરવામાં આવશે. ચૂંટણી પહેલાં વોટર રિવીઝન જરૂરી છે. એક પોલિંગ બૂથ પર એક હજાર મતદાતાઓ હશે.

21 વર્ષ પહેલા થયુ હતુ SIR

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યુ હતુ કે, દેશમાં 21 વર્ષ પહેલા SIR લાગૂ કરવામાં આવ્યુ હતુ. તેઓએ સ્પષ્ટ કર્યુ હતુ કે, SIRમાં તમામ યોગ્ય મતદાતાઓને જોડવામાં આવશે. અને અયોગ્ય મતદાતાઓને દૂર કરવામાં આવશે. આ મામલે કેટલીયવાર બેઠકોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. SIR દ્વારા બનાવટી મતદાતાઓ પર લગામ લગાવવામાં આવશે. 

  • Follow us on: