ભાજપ વર્કશોપ દરમિયાન પીએમ મોદીના અનુભવ સૌ કોઇ માટે ઉદાહરણરૂપ સાબિત થયા હતા. ભાજપની અંદર એકતા અને નમ્રતાનું પ્રતીક બન્યુ હતુ. જ્યાં પીએમે તેમની સાદગીથી બધાને પ્રભાવિત કર્યા હતા,

#GenExtGST સુધારા માટે પીએમને અભિનંદન

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે રણનીતિ બનાવવા અને તૈયારી કરવા માટે ભાજપે દિલ્હીમાં સાંસદોની એક ખાસ વર્કશોપનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમની કાર્યવાહી સવારે શરૂ થઈ હતી. પીએમ મોદીએ શરૂઆતથી જ તેમાં ભાગ લીધો હતો. જ્યારે પીએમ મોદી ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે આગળની સીટ પર બેસવાને બદલે પાછળની હરોળમાં બેસવાનું પસંદ કર્યુ હતુ. તેઓ એક સામાન્ય કાર્યકર અથવા સાંસદની જેમ બેઠકમાં હાજરી આપી હતી અને બધી ચર્ચાઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ પગલું પીએમની નમ્રતા અને પાર્ટીના કાર્યકરો સાથેના જોડાણને દર્શાવે છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે તૈયારીઓ

આ વર્કશોપ મુખ્યત્વે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભાજપના સાંસદોને તૈયાર કરવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવી હતી. આ ચૂંટણી મંગળવાર, 9 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે અને NDAએ 425 સાંસદોની હાજરી સુનિશ્ચિત કરવા માટે એક વ્યૂહરચના બનાવી છે. વર્કશોપમાં સાંસદોને મતદાન પ્રક્રિયાની ઝીણવટ સમજાવવામાં આવી હતી. જેથી કોઈ ભૂલ ન થાય. પીએમ મોદીની હાજરીથી આ કાર્યક્રમ વધુ મહત્વપૂર્ણ બન્યો હતો.

'ભાજપમાં દરેક વ્યક્તિ સમાન'

PM મોદી પાછળની સીટ પર બેસવાનો સંદેશ હતો કે ભાજપમાં દરેક વ્યક્તિ સમાન છે. તેમણે આગળની સીટ પર બેસવાને બદલે એક સામાન્ય સાંસદની જેમ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે તેમના સરળ વ્યક્તિત્વને દર્શાવે છે. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યાં લોકો PMની નમ્રતાની પ્રશંસા કરી રહ્યા છે. BJP કાર્યકરોનું કહેવું છે કે PMનું આ પગલું પાર્ટીના મૂળને મજબૂત બનાવે છે અને યુવા કાર્યકરોને પ્રેરણા આપે છે. 

  • Follow us on: