કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરુરે ફરી એક વખત પોતાના અનોખા અંદાજમાં અમેરિકા પર તીખો પ્રહાર કર્યો છે. તાજેતરમાં અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટ દ્વારા ભારતમાં વધુ ટેરિફ લાગુ કરવામાં આવ્યા બાદ, બેસેન્ટે ભારતને "અડિયલ" ગણાવ્યું હતું. શશિ થરુરે કહ્યું હતું કે જ્યારે તમારી સાથે અન્યાય થતો હોય તો અડિયલ થવું જ વધારે સારુ છે
અડિયલ હોવું, અન્યાય સામે શાંત રહેવા કરતા સારું છે - થરુર
શશિ થરુરે વિદેશી દબાણ સામે ભારતની સ્થિતિનો બચાવ કરતા કહ્યું કે મે સાંભળ્યું છે કે કેટલાક લોકો ભારત અડિયલ હોવાનો આરોપ લગાવે છે. પણ હું કહું છું કે અડિયલ હોવું અન્યાય સામે શાંત રહેવા અને સમર્પણ કરી દેવા કરતા વધુ શ્રેષ્ઠ છે.
ટ્રંપના 50% ટેરિફ પર પણ થરુર ભડક્યા હતા
શશિ થરુરે અગાઉ ટ્રંપ પર ડબલ સ્ટાન્ડર્ડ અપનાવવાનો આરોપ મૂક્યો હતો. તેઓએ કહ્યું કે ટ્રંપ ભારતને રશિયન તેલ ખરીદવા બદલ સજા આપે છે, જ્યારે અમેરિકા પોતે રશિયાથી ઘણી વસ્તુઓ આયાત કરે છે.
ભારત-અમેરિકા વચ્ચે વેપાર ડીલ સંવેદનશીલ
હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર ચર્ચા ચાલી રહી છે. જોકે તાજેતરમાં ટ્રંપે પહેલાં 25% ટેરિફ લાગુ કર્યો હતો અને ત્યારપછી વધુ 25% એડિશનલ ટેરિફ લગાવવાની ઘોષણા કરી હતી. આ પગલાંના કારણે ભારત-અમેરિકા વચ્ચેની વ્યાપારિક વાતચીત પર અસરો દેખાઈ શકે છે. 7 ઑગસ્ટથી પહેલો 25% ટેરિફ લાગુ થઈ ગયો છે. અને 27 ઑગસ્ટથી બીજો 25% ટેરિફ લાગુ થશે.
પુતિન સાથેની બેઠક નિષ્ફળ રહી તો વધુ ટેક્સ લાગશે: ટ્રંપ
ટ્રંપે કહ્યું કે જો શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથેની બેઠકમાં કોઈ મક્કમ પરિણામ નહીં આવે, તો ભારત પર વધુ ટેક્સ લગાવાશે