દરેક વ્યક્તિ પોતાના પૈસાની બચત કરવા માટે છે. એવી જગ્યા કે જ્યાં રિટર્ન વધારે મળે અને જોખમ ઓછું હોય. જેથી કરીને આકસ્મિક ખર્ચા કે પછી બાળકોની ફી , લગ્ન વગેરેમાં કામ આવી શકે. ત્યારે આજે આપણે પોસ્ટ ઓફિસની એવી જ એક સ્કિમ વિશે વાત કરીએ , જેમાં તમે નિયમિત પૈસા બચાવી શકશો અને સારુ રિટર્ન પણ મળશે.
જોખમ ઓછું અને રિટર્ન વધારે
પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ એટલે કે એક એવી સરકારી બચત યોજના છે. જેમાં દર મહિને નક્કી કરેલી રકમ જમા કરાવવાની હોય છે. આ સ્કિમની સારી વાત એ છે કે તેમાં માર્કેટનું કોઇ જોખમ નથી હોતું. આયોજનામાં વર્ષે તમને 6.7 ટકાનું વ્યાજ મળે છે. જે કમ્પાઉન્ડ વ્યાજ હોય છે. એટલે કે વ્યાજ પર પણ વ્યાજ મળે છે. જેથી તમારી રકમમાં વધારો થાય છે.
તમે 17 લાખ રૂપિયાનું ફંડ કેવી રીતે બનાવી શકો છો?
ધારો કે તમે આ RD માં દર મહિને 10, 000 રૂપિયાનું રોકાણ 5 વર્ષ માટે કરો છો તો, તમને 5 વર્ષે 6 લાખ રૂપિયા જમા થાય. હવે તેની પર તમને 5 વર્ષે વ્યાજ સાથે 7,13,659 રૂપિયા મળશે. એટલે કે 6 લાખની સામે 1.13 લાખ રૂપિયા વધારે.
તેવી જ રીતે જો તમે 10 વર્ષ માટે રોકાણ કરો તો, પાકતી તારીખે કૂલ રકમ થશે 17,08,546 રૂપિયા વધી શકે છે. એટલે કે તમને સીધો 5 લાખનો વધારો. આમ કૂલ રકમ 12 લાખ થાય અને તેની પર વ્યાજ ગણાય એટલે 17,08,546 રૂપિયા થાય. આ યોજના એ લોકો માટે સારી છે જેઓ ધીમે ધીમે ફંડ બનાવવા માગે છે અને જોખમ લેવાનું ટાળે છે.
ખાતું કેવી રીતે ખોલવું, અને નિયમો શું છે?
- RD ખાતું ખોલવું ખૂબ જ સરળ છે. તમે ફક્ત 100 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. કોઈ મહત્તમ ડિપોઝિટ મર્યાદા નથી.
- તમે તમારી ક્ષમતા અનુસાર જેટલું ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો.
- 10 વર્ષ કે તેથી વધુ ઉંમરનું બાળક પણ તેમના માતાપિતા સાથે સંયુક્ત રીતે આ ખાતું ખોલી શકે છે.
- બાળક 18 વર્ષનું થાય છે, ત્યારે તેમણે નવું KYC ફોર્મ ભરવાનું રહેશે.
- આ યોજનાની કુલ મુદત 5 વર્ષ છે. તમારી જરૂરિયાતોને આધારે તમે ખાતું બીજા 5 વર્ષ માટે લંબાવી શકો છો.
- 3 વર્ષ પછી ખાતું બંધ કરવાનો વિકલ્પ પણ છે.
- જો ખાતું ધારક મુદત દરમિયાન મૃત્યુ પામે છે, તો નોમિની ભંડોળ ઉપાડી શકે છે અથવા ખાતું ચાલુ રાખી શકે છે.
(disclaimer: અહીં આપેલી માહિતી તમારી જાણકારી માટે છે.આ માહિતીમાં ફેરફાર હોઇ શકે છે માટે રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી. સંદેશ ન્યૂઝ આ માહિતીની પુષ્ટિકરતું નથી)