ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા વધુ એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. 19 માર્ચે ચૈત્ર નવરાત્રિના શુભ દિવસે રામમંદિરમાં 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના કરવામાં આવશે. આ પવિત્ર યંત્ર વિધિ વિધાનની સાથે મંદિરના ગર્ભ ગૃહના ત્રીજા માળે સ્થાપિત કરવામાં આવશે. આ અવસરે દેશભરમાં સાધુ-સંત, વૈદિક વિદ્ઘાન અને રાષ્ટ્રપતિ મૂર્મુ પણ હાજર રહેશે. આ યંત્રને છેલ્લા 2 વર્ષથી મંદિર પરિસરમાં સંભાળીને રાખવામાં આવ્યું છે. દરરોજ તેની પૂજા થઈ રહી છે અને હવે તે પૂર્ણ વૈદિક વિધિ દ્વારા સ્થાપિત કરવામાં આવશે.


પૂજાથી લોકોને મોટા લાભ થાય

શ્રી રામ યંત્રને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખુબ જ ખાસ માનવામાં આવે છે. સનાતન પરંપરામાં દરેક દેવી-દેવતાનું એક યંત્ર ગણાવવામાં આવ્યું છે. જેને સ્થાપિત કરવા અને પૂજાથી લોકોને મોટા લાભ થાય છે. જેવી રીતે શ્રી યંત્ર, કુબેર યંત્ર અને નવગ્રહ યંત્ર વગેરે. શ્રી રામ યંત્ર પણ એવું જ છે. આ દિવ્ય યંત્રને ભગવાન રામની શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે પણ સ્થાન પર શ્રી રામ યંત્ર સ્થાપિત થાય છે, ત્યાં વાતાવરણમાં શુદ્ધતા રહે છે, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

ભગવાન રામને વિષ્ણજીનો સાતમો અવતાર માનવામાં આવે છે

શ્રી રામ યંત્રના દેવગુરૂને ગુરુ સાથે સારો સંબંધ છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરૂને જ્ઞાન, ધર્મ, શિક્ષણ, ધન, સંતાન અને ભાગ્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. તેના પ્રભાવથી જીવનમાં સકારાત્મકતા, સફળતા, સંતુલન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ભગવાન રામનો જન્મ કર્ક રાશી અને પુનર્વસુ લગ્નમાં થયો હતો. જ્યાં ગુરુ ઉચ્ચ રાશી કર્કમાં સ્થિત થઈને ગજકેસરી યોગનું નિર્માણ કરે છે. ભગવાન રામને વિષ્ણજીનો સાતમો અવતાર માનવામાં આવે છે. તેમને અધર્મનો નાશ કરવા માટે પૃથ્વી પર જન્મ લીધો હતો.  

આ પણ વાંચો : BSNLનું થશે ખાનગીકરણ? સરકારે કરી આ મોટી જાહેરાત


  • Follow us on: