ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા એક્સિઓમ-4ના મિશન પર છે.  ક્રૂએ ISS પર 230 સૂર્યોદય નિહાળ્યા છે. આ સમય દરમિયાન શુભાંશુએ અવકાશમાં લગભગ 1 કરોડ કિલોમીટર સુધીની મુસાફરી કરી છે. એક્સિઓમ-4 ક્રૂમાં શુભાંશુ શુક્લા, પેગી વ્હિટસન, સ્લેવોજ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને ટિબોર કાપુનો શામેલ છે, તેમણે પણ ISS પર તેમની છેલ્લી રજા ગાળી હતી. હવે તેઓ નાસા દ્વારા પૃથ્વી પર પાછા ફરવાની તારીખ જાહેર થાય તેની રાહ જોઈ રહ્યા છે. 


એક્સિઓમ સ્પેસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એક્સિઓમ મિશન 4ના ક્રૂએ પૃથ્વીની આસપાસ લગભગ 230 રાઉન્ડ પુરા કર્યા છે અને છ મિલિયન માઇલથી વધુ અંતરની મુસાફરી કરી છે. "પૃથ્વીથી લગભગ 250 માઇલ ઉપરથી ક્રૂએ તેમનો ફુરસતનો સમય ફોટા અને વિડિયો લેવામાં તેમજ પૃથ્વીનો નજારો જોવામાં વિતાવ્યો હતો. 

અવકાશમાં કરવામાં આવેલા પ્રયોગો

મિશનમાં હગયેલા ક્રુ મેમ્બરોએ બાયોમેડિકલ સાયન્સ, કૃષિ અને અવકાશ ટેકનોલોજી, અદ્યતન સામગ્રી, ન્યુરોસાયન્સના ફિલ્ડમાં 60 થી વધુ પ્રયોગો કર્યા હતા. આ સાથે X-4 મિશનમાં એક્સિઓમ સ્પેસના ખાનગી અવકાશયાત્રી મિશન પર અત્યાર સુધીમાં સૌથી વધુ સંશોધનનો કર્યા છે. આ સંશોધન માનવ અવકા અને પૃથ્વી પરના જીવનના ભવિષ્યને બદલી શકે છે ઉપરાંત  ડાયાબિટીસ વ્યવસ્થાપન, નવીન કેન્સર સારવાર અને માનવ સ્વાસ્થ્ય અને કામગીરીનું વધુ સારું નિરીક્ષણ જેવા ક્ષેત્રોમાં સંભવિત સફળતાઓ તરફ દોરી શકે છે.


  • Follow us on: