વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી, ત્યારે બેટ્સમેન હરલીન દેઓલે માહોલને એક દમ હળવો કરી દીધો. તેમણે મજાકિયા અંદાજમાં પીએમને પૂછ્યુ, કે સર તમારૂં સ્કિનકેર રૂટિન શું છે? ત્યાર બાદ આખો માહોલ હાસ્ય સાથે ગૂંજી ઉઠ્યો.
હરલીને પીએમ મોદીને પૂછી લીધો આ સવાલ
વર્લ્ડ કપ જીત્યા બાદ જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી તો, આખું વાતાવરણ ગર્વ અને એકદમ હસી મજાક, ઉમંગ ઉલ્લાસ વાળું થઇ ગયો. વાતચીત દરમિયાન હરલીન દેઓલે પીએમ મોદીને એવો મજેદાર સવાલ કર્યો કે આખું પીએમ આવાસ હાસ્ય સાથે ગૂંજી ઉઠ્યુ. હકીકતમાં વાતચીત દરમિયાન હરલીને પીએમને સવાલ કર્યો કે સર, તમારૂં સ્કિન કેર રૂટિન શું છે, તમે ખૂબ જ ગ્લો કરી રહ્યા છો...''
પીએમ મોદીએ આપ્યો જવાબ
બસ, પછી તો શું થાય, આખા પીએમ આવાસમાં બધા જ ખડખડાટ હસવા લાગ્યા. હરલીને કરેલ અણધાર્યા પ્રશ્ને હાસ્ય ફેલાવી દીધું. વડાપ્રધાન મોદી પણ પોતાને હસ્યા વગર રહી શક્યા નહીં અને કહ્યું,મારૂં આ વિષય પર ક્યારેય ધ્યાન નથી ગયુ, તરત જ સાથી ખેલાડી સ્નેહ રાણાએ તરત જ જોડીને કહ્યુ કે સર, આ તો દેશના કરોડો લોકોનો પ્રેમ છે.આ ચર્ચા વચ્ચે ટીમના કોચે પણ મજાકિયા અંદાજમાં ખેલાડીઓ વિશે કહી વાત...
ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાનની વાત કરી શેર
ટીમના કોચ અમોલ મજૂમદાર પણ મજાકમાં બોલ્યા કે, જોવો સર આ જ શરારતી ખેલાડીઓ સામે ઝઝૂમવુ પડે છે, એટલાં માટે જ મારાં વાળ સફેદ થઇ ગયા છે.મજૂમદારે વાતચીત દરમિયાન એક ઇંગ્લેન્ડ પ્રવાસની એક રસપ્રદ વાત શેર કરી. તેમણે કહ્યુ કે ટીમને કિંગ ચાર્લ્સ સાથે ફોટો ખેંચવાની તક મળી હતી, તો નિયમોને કારણે એક સાથે 20 લોકો જ ફ્રેમમાં આવી શકતા હતા.ત્યારે ટીમે મજાકમાં કહ્યુ હતુ કે, રાજા સાથે ફોટો તો પછી, પણ વાસ્તવિક ફોટો તો ત્યારે હશે જ્યારે આપણે વર્લ્ડ કપ જીતીશું અને પીએમ મોદીને મળીશું.