21 વર્ષની ઉંમરે UPSC પાસ કરી કશિષ મિત્તલ IAS અધિકારી બન્યા. પંજાબના જલંધરમાં જન્મેલ કશિષે IIT દિલ્હીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યું છે અને JEE પ્રવેશ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક AIR 6 મેળવ્યો હતો. વહીવટી સેવામાં અનેક મહત્વપૂર્ણ પદો પર કામ કર્યા બાદ પણ કંઈક નવું કરવાના હંમેશા તેમનું મન ઝંખત રહ્યું. અને મનનો અવાજ સાંભળી આખરે કશિષ મિતલે અધિકારીની પ્રતિષ્ઠિત નોકરી છોડી AI સ્ટાર્ટઅપમાં ઝંપલાવ્યું.
UPSC પરીક્ષા ક્રેક કરી બન્યા IAS
કશિષ મિતલે UPSC પરીક્ષામાં સારો ક્રમાંક મેળવી પ્રતિષ્ઠિત અધિકારીને નોકરી મેળવી હતી. તેમના પિતા પણ જગદીશ કુમાર એક IPS અધિકારી હોવાના કારણે ઘરમાં પહેલી જ શિસ્ત અને સિવિલ સર્વિસનું વાતાવરણ હતું. કશિષ મિતલ કહે છે કે તેમના સંગીતના શોખના કારણે તેઓ UPSCમાં આ સિદ્ધિ મેળવી શકયા. અભ્યાસના દિવસોમાં પણ તેમણે પોતાના શાસ્ત્રીય સંગીતના શોખ પર કામ કર્યું હતું.કશિષે પ્રખ્યાત ગાયક પંડિત યશપાલ પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. તેઓ કહે છે કે આ ફક્ત શોખ નથી પરંતુ એક સાધના છે.
અધિકારીથી AI સફર તરફ પ્રયાણ
વહીવટી સેવામાં કશિષે મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું હતું. ચંદીગઢમાં એડિશનલ ડેપ્યુટી કમિશનર, તવાંગ (અરુણાચલ પ્રદેશ) ના ડેપ્યુટી કમિશનર અને નીતિ આયોગમાં એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી જેવા જવાબદાર પદો સંભાળ્યા હતા. પરંતુ આ નોકરી દરમિયાન તેમનો વધુ ઝુકાવ સંગીત તરફ રહ્યો અને 2019માં તેમણે એક સાહસિક નિર્ણય લીધો. 2019 માં, જ્યારે કશિશની અરુણાચલ પ્રદેશમાં બદલી થતા તેમણે IAS નોકરી છોડવાનો નિર્ણય લીધો. અને તેમણે માઇક્રોસોફ્ટમાં પ્રિન્સિપલ રિસર્ચ પ્રોગ્રામ મેનેજર તરીકે કામ શરૂ કર્યું. ત્યારબાદ માર્ચ 2025 માં, કશિષ મિત્તલે પોતાની AI સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી. કશિષની આ કપંની લોકોના જીવનમાં સુધારો લાવવાના મિશન પર કામ કરી રહી છે.