કર્ણાટકના ધારાસભ્ય રંગનાથને તાજેતરમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખીને ખેડૂતો સાથે લગ્ન કરતી મહિલાઓ માટે ખાસ પ્રોત્સાહનોની વિનંતી કરી છે જેથી કૃષિ સાથે સંકળાયેલા ખેડૂત મિત્રોને જીવનસાથી મળવામાં મુશ્કેલી ન પડે.
કર્ણાટકમાં વ્યાપી રહ્યું છે લગ્ન સંકટ!
મકુર જિલ્લાના કુનિગલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા રંગનાથને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને આગામી વિધાનસભા સત્ર દરમિયાન ખેતી પર નિર્ભર પુરુષો સાથે લગ્ન કરતી મહિલાઓને ખાસ દરજ્જો અને ખાસ ભથ્થું આપવા વિનંતી કરી છે. ધારાસભ્ય રંગનાથને પત્રમાં લખ્યું છે કે સરકારે વિધાનસભા સત્ર દરમિયાન ગામડામાં રહેતા અને ખેતી પર નિર્ભર પુરુષો સાથે લગ્ન કરવાનું પસંદ કરતી મહિલાઓ માટે ખાસ ભથ્થા અને વિશેષ દરજ્જાની જાહેરાત કરવી જોઈએ. ધારાસભ્ય રંગનાથનું કહેવું છે સ્થાનિક ખેડૂતો સાથે વિસ્તારની કન્યાઓ લગ્ન કરવા તૈયાર નથી કેમ કે તેઓ ખેતીના વ્યવસાય સાથે જોડાવા નથી માંગતી.













