ઉત્તરપ્રદેશના બરેલીના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે ગંભીર ઘટના સામે આવી છે. રાજ્ય સરકારના મંત્રી સંજય ગંગવારનો 15 વર્ષીય ભત્રીજા આદિત્ય વીર ગંગવાર 15 જૂને સવારે દોડવા માટે ગયો હતો, ત્યારે શ્યામગંજ ફ્લાયઓવર પર રસ્તા પર પડેલા ચાઈનીઝ દોરીના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની ગરદન, હોઠ અને કાન પર ઊંડા કાપા પડતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.













