ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં શનિવારે મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. થાના જહાનાબાદ વિસ્તારના વિશેન ગામની પાસે અમરિયા રોડ પર ફૂલ સ્પીડમાં ફોર્ચ્યુનર કાર અને ટેમ્પો આમને-સામને ટકરાયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ટેમ્પો ખીણમાં પડ્યો અને તેમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.


ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ત્યારે આ અકસ્માતમાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યા ડોક્ટરોએ એક વ્યક્તિને મૃત જાહેર કર્યો છે. એટલે મૃતકોની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. ત્યારે ઘાયલ થયેલા લોકોમાં બે બાળકો, એક મહિલા અને ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે. આ અકસ્માત પોતાની નજરે જોનારા લોકોએ કહી રહ્યા છે કે ફોર્ચ્યુનર કાર ફુલ સ્પીડમાં આવી રહી હતી અને અચાનક સામે આવી રહેલા ટેમ્પોને ટક્કર મારી દીધી.

સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી

આ દુર્ઘટનામાં ટેમ્પ પુરી રીતે તુટી ગયો છે. ત્યારે ફોર્ચ્યુનર કારની એરબેગ ખુલી ગઈ હોવાના કારણે કારમાં સવાર લોકો સુરક્ષિત રીતે બચી ગયા છે. ટક્કર બાદ ચાલક વાહન મુકીને ફરાર થઈ ગયો છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને ઘાયલ થયેલા વ્યક્તિની સારવાર કરવા માટે વ્યવસ્થા કરી છે. હાલમાં આરોપી કાર ચાલકની શોધખોળ કરી રહી છે. આ દર્દનાક દુર્ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.  

  • Follow us on: