ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા 22 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આત્મહત્યા પહેલાં વિદ્યાર્થીએ પોતાના મોબાઈલ ફોનમાં એક ભાવુક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે પોતાના આ પગલાં પાછળનું કારણ જણાવ્યું હતું.
અનેક પ્રયાસો છતાં તેને સફળતા મળી નહોતી
માહિતી મુજબ ઘટના ગાજિયાબાદના વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. વિદ્યાર્થી છેલ્લા ઘણા સમયથી NEET પરીક્ષા પાસ કરવા માટે સતત પ્રયત્નશીલ હતો. જોકે અનેક પ્રયાસો છતાં તેને સફળતા મળી નહોતી. આ કારણે તે ભારે માનસિક તણાવ અને નિરાશામાં જીવતો હતો. ગુરુવારે રાત્રે તે હંમેશાની જેમ અભ્યાસ કરવા પોતાના રૂમમાં ગયો હતો. બીજા દિવસે સવારે લાંબા સમય સુધી રૂમનો દરવાજો ન ખુલતાં પરિવારજનોને શંકા ગઈ. તેઓ રૂમમાં પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીનો મૃતદેહ ફાંસે લટકતો જોવા મળ્યો. ઘટનાની જાણ થતાં જ વિજયનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને જરૂરી પુરાવા એકત્રિત કર્યા.













